Last Updated on April 8, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ વડોદરા શહેરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એમ્બ્યુલન્સો પરનુ ભારણ પણ વધી ગયુ છે.આ પ્રકારની સ્થિતિ વચ્ચે આજે નાગરવાડા વિસ્તારમાં એક મહિલાનુ મોત થયા બાદ એમ્બ્યુલન્સના પણ ફાંફા પડી ગયા હતા. જેના પગલે મૃતદેહને હાથ લારીમાં સ્મશાને લઈ જવાની સ્વજનોને ફરજ પડી હતી.
મૃતદેહને હાથ લારીમાં સ્મશાને લઈ જવાની સ્વજનોને ફરજ પડી
વડોદરામાં કોરોનાના કેસો એટલી હદે વધી ગયા છે કે ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનની સાથે-સાથે હવે અંતિમ વિધી માટે આવતી અંતિમ વાહિનીનું પણ વેઇટીંગ હોવાથી મૃતકના પરિજનોને ખૂબ રાહ જોવી પડી રહી છે. ત્યારે વડોદરાના નાગરવાડા શાકમાર્કેટમાં એક 65 વર્ષીય વૃદ્ધાનું અવસાન થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનોએ અંતે લારીમાં અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી.
થાકેલા પરિવારજનોએ અંતે લારીમાં અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે નાગરવાડા વિસ્તારમાં શાક માર્કેટ પાસે રહેતા શાંતાબહેન નામના ૬૫ વર્ષીય મહિલાનુ આજે કોરોના સિવાયની બીમારીથી મોત નિપજ્યુ હતુ.તેમના સ્વજનોએ પહેલા તો ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી.એમ્બ્યુલન્સે આ મહિલા કોરોનાથી મોતને નિપજ્યા હોવાનુ કહ્યુ હતુ અને મૃતદેહ લઈ જવાની ના પાડી હતી.એમ પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જવાતા નથી.
૧૦૮ એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જવાતા નથી
બીજી તરફ મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, એ પછી પણ અમે એમ્બ્યુલન્સ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પણ અમને એમ્બ્યુલન્સ મળી નહોતી.હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે સાત વાગ્યા પહેલા અંતિમ સંસ્કાર કરવાના હોવાથી આખરે અમે હાથલારીમાં મૃતદેહને લઈને કારેલીબાગના ખાસવાડી સ્મશાન ખાતે પહોંચ્યા હતા. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યુ છે અને મોતનો મલાજો પણ જળવાતો નથી.
એક તરફ રાત્રિ કરફ્યુનો માહોલ હતો તો બીજી બાજુ રસ્તાઓ સાવ સૂમસામ ભાસી રહ્યાં હતાં. એવી સ્થિતીમાં લારી પર લાશ લઇને જઇ રહેલા મૃતકના પરિજનોની હાલત જોઇને કોઇનું પણ કાળજું કંપી જાય ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું ગુજરાત મોડેલની આ જ સ્થિતિ છે કે જ્યાં અંતિમ યાત્રા કાઢવા માટે પણ પૂરતા પ્રમાણમાં અંતિમ વાહિનીઓની ઘટ પડી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31