GSTV
Gujarat Government Advertisement

રસીની વિશ્વાસનિયતા સામે સંદેહની સ્થિતિ! વેક્સિનના બે ડોઝ લીધા છતાં ગુજરાત પોલીસના 350 જવાનો થયા સંક્રમિત!

Last Updated on April 4, 2021 by

સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. ગુજરાત પોલીસના સવા લાખ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયાં છે. આમ છતાં, આજની તારીખે રાજ્યમાં 350 પોલીસ કર્મચારી અને અધિકારી કોરોનાગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ સહિત કુલ 30 પોલીસ કર્મચારી કોરોનાના બીજા ગંભીર રાઉન્ડમાં સંક્રમિત થઈ ચૂક્યાં છે. આમ, વેક્સિનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતાં ચિંતા ઘેરી બની છે.

ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે

કોરોના

ગુજરાત પોલીસમાં ફરી વખત કોરોના વકરી રહ્યો છે. ગાંધીનગર પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ,  આજે તા. 4ને શનિવારના દિવસે ગુજરાત પોલીસના કુલ 350 પોલીસ કર્મચારી, અિધકારી કોરોનાની ઝપટમાં આવી ગયાં છે. આ વખતે કોરોનાનું આક્રમણ વધુ વેગીલું હોવાથી વિતેલા અઠવાડિયા દરમિયાન જ ગુજરાત પોલીસમાં પણ કોરોનાનો રોગચાળો આગની જેમ પ્રસરી રહ્યો છે. નોંધપાત્ર બબત એ છે કે, કોરોના વોરિયર્સ તરીકે પોલીસ કર્મચારી, અધિકારીઓને કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.

કોરોના વોરિયર્સ તરીકે પોલીસ કર્મચારી, અધિકારીઓને કોરોના રસીકરણ કરવામાં આવ્યું

કુલ સવા લાખ પોલીસ અિધકારી, કર્મચારીને ડોઝ આપવાનું આયોજન હતું. પ્રથમ તબક્કામાં 91 ટકા પોલીસ કર્મચારી કોરોના રસી લઈ ચૂક્યાં છે. તો, બીજા તબક્કામાં 80 ટકા પોલીસને કોરોના રસી આપી દેવાઈ છે અને કામગીરી ચાલુ છે.આમ છતાં પોલીસમાં કોરોનાનો રોગચાળો વકરતાં ચિંતા પ્રસરી છે.

પોલીસ

પોલીસમાં કોરોનાનો રોગચાળો વકરતાં ચિંતા પ્રસરી

કોરોનાના બીજા રાઉન્ડમાં આઈપીએસ અિધકારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદના ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ ઉપરાંત અગાઉ અમદાવાદમાં કામ કરી ચૂકેલા સુરતના ડીસીપી પી.એલ. માલ અને એસઆરપીમાં કાર્યરત ડો. મહેશ નાયક પણ કોરોના સંક્રમિત થયાનું પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે, અમદાવાદ શહેર પોલીસમાં પણ વિતેલા ચાર દિવસમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આજે વધુ પાંચ પોલીસ કર્મચારી સંક્રમિત થતાં કોરોનાની સારવાર લઈ રહેલાં પોલીસ કર્મચારી, અધિકારીની સંખ્યા 30 પર પહોંચી છે.

વેક્સિન

શરદી, ખાંસી, શરીરમાં કળતર જેવા લક્ષણો બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોલીસ કર્મચારીઓમાં કોરોના

શરદી, ખાંસી, શરીરમાં કળતર જેવા લક્ષણો બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોલીસ કર્મચારીઓમાં કોરોના હોવાનું જણાઈ રહ્યું છે. આ વખતે કોરોના મ્યુટન્ટ વધુને વધુ લોકોને ઝપટમાં લઈ રહ્યો છે પણ હોમ ક્વોરન્ટાઈન થઈને જ સારવાર કારગર થતી રહી છે. અમદાવાદ શહેરમાં 30 પોલીસ કર્મચારી ઘરબેઠાં સારવાર લઈ રહ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33