Last Updated on March 21, 2021 by
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43, 486 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 197 લોકોના મોત નીપજ્યાં છે. તો માત્ર મહારાષ્ટ્રમાં જ એક દિવસમાં 30,535 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 99 લોકોના મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ ફુટ્યો
રવિવારે 30, 535 નવા કેસ કોરોનાના મળી આવ્યાં છે. જ્યારે 99 લોકોના મોત થયા છે. રાજ્યમાં 9,69,867 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 9601 કોરોના સેન્ટરમાં દાખલ છે. મહારાષ્ટ્રમાં કુલ 2,10,120 એક્ટિવ કેસ છે. આજે 11,314 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં રિકવરી રેટ 89.32 ટકા છે. કુલ 24,79,682 લોકો મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ છે. તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3775 નવા કેસ મળી આવ્યાં છે. જ્યારે 10 લોકોના મોત નીપજ્યાં છે. 1647 રિકવર થયા છે. નાગપુરમાં 3614 નવા કેસ મળ્યાં છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે.
કર્ણાટકમાં બીજી લહેર
આ વચ્ચે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, કોરોના વાયરસની બીજી લહેરની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1715 કેસ સામે આવ્યાં છે અને બે લોકોના મોત નીપજ્યાં છે. અહીંયા કુલ 9,70,202 કેસ છે. અત્યારસુધીમાં 12,434 લોકોએ કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. રાજ્યમાં 13,493 એક્ટિવ કેસ છે.
વેક્સિનેશનની કામગીરી
તો દેશમાં અત્યારસુધીમાં કુલ 4,46,03,841 લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવામાં આવી છે. રસીકરણ અભિયાનના 64માં દિવસે 25 લાખ લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યાં છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31