GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે/ શહેરની ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ, દિવસમાં સરેરાશ 1200થી વધુ ટેસ્ટીંગ..

ટેસ્ટ

Last Updated on April 4, 2021 by

અમદાવાદમાં ઘાતક વાયરસનો કહેર વધ્યા બાદ લોકોમાં જાગૃતા આવી છે. ટેસ્ટિંગના ડોમ બાદ હવે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ માટે લાઇનો લાગી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. એક દિવસમાં એક ખાનગી લેબમાં સરેરાશ બારસો થી પંદરસો ટેસ્ટ થઇ રહ્યા છે. ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે.

RTPCR ટેસ્ટ માટે લાબું વેઇટિંગ

  • ખાનગી લેબોમાં ટેસ્ટિંગ માટે લાઈનો
  • RTPCR ટેસ્ટ માટે લાબું વેઇટિંગ
  • રિપોર્ટ આવતા ઓછામાં ઓછો 24 કલાક જેટલો સમય જ્યારે વધારામાં વધારે 36 કલાક જેટલો લાગે છે સમય
  • મોટી સંખ્યામાં યુવાનો વધુ ટેસ્ટ કરાવવામાં માટે પહોંચી રહ્યા છે
  • એક દિવસમાં એક ખાનગી લેબમાં દિવસના 1200 થી 1500 ટેસ્ટ થઈ રહ્યા છે
  • દરરોજ 30 થી 40 ટકા ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે
  • છેલ્લા એક અઠવાડિયાથી ટેસ્ટ નું ભારણ વધ્યું
  • શહેરમાં કોરોના વધી રહ્યો છે

ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ

ટેસ્ટ માટે આવતા કુલ દર્દીઓ પૈકી 30 થી 40 ટકા દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે. મહત્વનું છે કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા ઓછામાં ઓછો 24 કલાક તેમજ વધુમાં વધુ 36 કલાકનો સમય લાગે છે.

અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસોની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1828 ઉપર પહોંચવા પામી છે.

એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1828 ઉપર પહોંચી

શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એમ જણાય છે.આ પરિસ્થિતિમાં ચિંતાગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં શનિવારે કોરોનાના નવા 646 કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 70 હજારના આંકને વટાવી ગઈ છે.શહેરમાં ત્રણ માર્ચ સુધીમાં શહેરમાં કુલ 70284 કેસ નોંધાવા પામ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33