GSTV
Gujarat Government Advertisement

શું સુરતમાં પરિસ્થિતિ છે અતિ ગંભીર, શહેરના એક સ્મશાન ગૃહમાં મૃતદેહની લાઈન લાગી હોવાનો વીડિયો વાયરલ!

કોરોના

Last Updated on April 5, 2021 by

સુરતમાં  કોરોનાની મહામારી વચ્ચે શહેરના અશ્વિનીકુમારમાં આવેલા સ્મશાન પર મૃતદેહની લાઈન લાગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  કોરોના કાળમાં મોટી સંખ્યામાં મૃતદેહને સ્મશાન પર અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા છે.  તો બીજી તરફ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા આપતા મોતના આંકડા અને સ્મશાનગૃહના આંકડામાં મોટો ફેરફાર હોવાનું પણ સામે આવ્યુ છે.

મોતના આંકડા અને સ્મશાનગૃહના આંકડામાં મોટો ફેરફાર હોવાનું પણ સામે આવ્યુ

સુરતમાં કોરોનાએ ઘાતક સ્વરૃપ ધારણ કર્યુ છે. રવિવારે આઠના મોત સાથે સિટીમાં નવા 545 અને જીલ્લામાં 179 મળી કોરોનાનાં નવા 724 દર્દી નોંધાયા છે. જ્યારે શહેર માંથી વધુ 549 અને ગ્રામ્યમાંથી 138 મળી કુલ 687 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રૃદરપુરાના 56 વર્ષીય પ્રોઢાને ગત તા.31મી એ, ડીંડોલીની 50 વર્ષીય મહિલાને ગત તા.25મીએ, ઉધનાના 76 વર્ષીય વૃદ્વને ગત તા.22 મીએ, પુણાગામની 40 વર્ષીય મહિલાને ગત તા.1લીએ,પાલના 65 વર્ષીય વૃદ્વાને ગત તા.30મીએ, વેડરોડના 60 વર્ષીય વૃદ્વને ગત તા.30 મીએ તથા મોટાવરાછાના 65 વર્ષીય વૃદ્વને ગત તા.1 લીએ  અને વરાછાની 33 વર્ષીય મહિલાને ગત તા.30 મીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા તમામનાં કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા  બાદ સારવાર દરમિયાન મોત થયા હતા. 

સિટીમાં  નવા 545 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 96, રાંદેરમાં 80 અને લિંબાયતમાં  69 કેસ છે. સિટીમાં કુલ કેસ 52,275  અને  મૃત્યુઆંક 908 છે. ગ્રામ્યમાં કુલ કેસ 15,590  મૃત્યુઆંક 288  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  67,865 અને મૃત્યુઆંક 1196 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 48946 અને ગ્રામ્યમાં 13,973 મળીને કુલ આંક  62,919 થયો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33