Last Updated on March 28, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસનો સંકજો વધ્યો છે. બીજી તરફ સુરત મહાપાલિકામાં કોરોનાએ ભરડો લીધો છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઉપરાંત પાંચ કોર્પોરેટરો કોરોના સંક્રમિત બન્યા છે. ભાજપના કોર્પોરેટર રાજન પટેલ, હિમાંશું રાઉલજી, ગૌરી સાપરિયા અને મનિષ મહાત્મા પણ કોરોના સંક્રમિત બન્યા છે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઉપરાંત પાંચ કોર્પોરેટરો કોરોના સંક્રમિ
મેયર સહિત પાંચ કોર્પોરેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર કે..કે. ધામી કોરોના સંક્રમિત થયા છે. સુરત મહાપાલિકાના મેયર બન્યા બાદ હેમાલી બોઘાવાલા સતત કોરોનાની કામગીરીને લઈને વિવાદે પણ ચઢતા રહ્યા છે. તોએ લોકસંપર્કમાં આવતા તેમને કોરોનાના લક્ષણ જણાતા રેપીડ, સીટી સ્કેન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં સીટી સ્કેન અને રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા પરંતુ આરટી-પીસીઆર ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા તો હોમ ક્વોરન્ટાઈન થયા છે.
કોરોનાની રફ્તારમાં સિટીમાં વધુ બે વૃધ્ધના મોત સાથે સિટીમાં નવા 607 અને જીલ્લામાં 153 મળી કોરોનાનોં કુલઆંક 760 થયો છે. શહેરમાંથી વધુ 456 અને ગ્રામ્યમાંથી 67 મળી 523 દર્દીને રજા અપાઇ હતી. અઠવા ઝોનમાં કુલ કોરોનાઆંક 10 હજારને પાર થઇ ગયો છે.
અઠવા ઝોનમાં કુલ કોરોનાઆંક 10 હજારને પાર
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ પાલનપુર પાટીયાના 80 વર્ષીય વૃદ્ધને ગત તા.24 મીએ ,કતારગામના 70 વર્ષીય વૃદ્ધને ગત તા.26 મીએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા બંનેના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન બંનેનાં મોત થયા હતા. સિટીમાં નવા 607 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 104,રાંદેરમાં 93 અને લિંબાયતમાં 90 કેસ છે. સિટીમાં કુલ કેસ 47,855 અને મૃત્યુઆંક 876 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,500 મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 62,355 અને મૃત્યુઆંક 1163 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 44,442અને ગ્રામ્યમાં 13,163 મળીને કુલ 57,605 થયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31