GSTV
Gujarat Government Advertisement

બેદરકારી/ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલા દર્દીનું મોત નિપજ્યું, મૃતદેહ અદલા બદલી થતા પરિજનોનો ભારે હોબાળો!

Last Updated on April 4, 2021 by

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. બીજી તરફ સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડની ઘટના થતા પોલીસ પણ આવી પહોંચી હતી. જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા મુસ્લિમ પરિવારના સ્વજનનો મૃતદેહ અન્ય પરિવારને આપી તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપો સ્વજનોએ કર્યા.

ગંભીર આક્ષેપો સ્વજનોએ કર્યા

મુસ્લિમ પરિવારના સ્વજનનો મૃતદેહ અન્ય પરિવારને આપી તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા

સૈયદપુરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય શબાના મોહમ્મદ અન્સારી છેલ્લા 10 દિવસથી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ગઇકાલે બપોરે પરિવારજનોએ શબાના સાથે ફોન પર એક કલાક સુધી વાતચીત કરી. હતી.જે બાદ સાંજે 5 વાગ્યે હોસ્પિટલ તંત્રએ શબાનાના મોતના સમાચાર તેમના પરિવારજનોને આપ્યા હતા.બીજા દિવસે શબાનાના પરિવારજનો મૃતદેહ લેવા પહોંચ્યા તો તેમને શબાનાને બદલે અન્ય હિન્દુ મહિલા સુશીલાબેન દતાત્રેય બેગલનો મૃતદેહ આપતા પરિવારજનો ચોંકી ઉઠ્યા.

હિન્દુ મહિલા સુશીલાબેન દતાત્રેય બેગલનો મૃતદેહ આપતા પરિવારજનો ચોંકી ઉઠ્યા

બીજી તરફ મૃતક શબાના અન્સારીનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેતા તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવતા પરિવારજનો વિફર્યા હતા. હોસ્પિટલનો ગંભીર છબરડો સામે આવતા શબાનાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો. બીજી તરફ હોસ્પિટલ તંત્રએ સમગ્ર ઘટના મુદ્દે ચુપકીદી સેવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33