Last Updated on April 2, 2021 by
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ એસટી ખાતે બેદરાકરીના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં મુસાફરો તેમજ એસટી સ્ટાફના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે.તેમજ એસટીની કેન્ટિન સંચાલકોએ પણ માસ્ક પહેર્યા નોતા એક તરફ સરકાર સાવચેતી માટે સૂચના આપે છે. અને સરકારી તંત્રની જ બેદરકારી સામે આવી રહી છે.
સરકારી તંત્રની જ બેદરકારી સામે આવી રહી
ગુજરાતમાં કોરોનાએ આજે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે અને નવાં 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવાં 2410 કેસની સામે આજે 2015 દર્દીઓ જ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 પર પહોંચી છે.
આજે અમદાવાદમાં 626, સુરતમાં 615, વડોદરામાં 363, રાજકોટમાં 223, જામનગરમાં 56, ગાંધીનગરમાં 52, ભાવનગરમાં 44, મહેસાણામાં 31, મહીસાગરમાં 29, ભરૂચમાં 28, પાટણમાં 27, ખેડામાં 26, મોરબીમાં 26, સાબરકાંઠામાં 26, પંચમાહાલમાં 25, અમરેલીમાં 24, કચ્છમાં 24, નર્મદામાં 22 અને દાહોદમાં 21 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 20થી ઓછાં કેસ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં સુરતમાં ચાર, અમદાવાદમાં ત્રણ, વડોદરામાં એક અને ભાવનગરમાં એક એમ કુલ નવ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 4528 થયો છે. આજે 2015 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીનો કુલ ડિસ્ચાર્જનો આંક 2,92,584 થયો છે. ગુજરાતમાં અત્યારે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,996 છે, જે પૈકી 155 દર્દીઓ વેન્ટિલેટર પર અને 12,841 દર્દીઓ સ્ટેબલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31