Last Updated on April 8, 2021 by
કોરોના વાયરસ મહામારીએ બીજી લહેરમાં ભારતમાં ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દરરોજ 1 લાખથી વધારે કેસીસ આવી રહ્યા છે.સાથે હજારો લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે પોતાની જાતને કોરોનાથી બચાવવા માટેનો એક જ ઉપાય છે અને તે છે સાવધાની. આ ઉપરાંત જો આપને યોગ્ય સમયે લક્ષણોની જાણ થઈ જાય તો પણ આપ ઝડપી સારવાર લઈ શકો છો. મ્યૂટેશનના કારણે દર થોડા થોડા દિવસે કોરોના વાયરસ રૂપ બદલી રહ્યો છે, જેના કારણે તેના લક્ષણોમાં પણ ફેરફાર થતાં રહે છે.
કોરોના ઈંન્ફેક્શનના લક્ષણોમાં ફેરફાર
ડોક્ટર્સ પણ કોરોનાની બીજી લહેરમાં આવી રહેલા ફેરફારની પુષ્ટિ કરે છે. છેલ્લા થોડાક દિવસોમાં એવા કેટલાય કોરોના સંક્રમણના દર્દીઓની ખાતરી થઈ છે, જેમાં ન તો તાવ છે, ન તો શરદી-ખાંસી હતી. આ લોકોમાં શરીરમાં દુખાવો, માથાનો દુખાવો-પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ડોક્ટર્સની પાસે પહોંચ્યા હતા. જ્યારે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ થયો તો, જાણવા મળ્યુ કે, તેઓ કોરોનાથી સંક્રમિત છે.
પેટ દુખાવો, શરીરમાં દુખાવાના લક્ષણને ઈગ્નોર ન કરતા
ડોક્ટર્સની સલાહ મુજબ જોઈએ તો, ઉલ્ટી, શરીરમાં દુખાવાની ફરિયાદ લઈને લગભગ 40 ટકા લોકો એવા હતા, જેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મોટા ભાગના લોકો એ ભૂલ કરતા હતા કે, શરદી-ખાંસી, તાવ જ કોરોનાના લક્ષણ છે. એટલા માટે તેમને પેટ દુખાવો, માથાનો દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તેઓ ડોક્ટર્સ પાસે જવાને બદલે ઘરે રહીને જ સારવાર લેતા રહ્યા હતા. પણ જ્યારે વધુ સમય થવા છતાં પણ કોઈ ફેર ન પડ્યો તો, કોરોનાએ તેમને વધારે નુકસાન પહોંચાડ્યું.
ત્યારે આવા સમયે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો રહેતો હોય તો જરાં પણ મોડુ કરાવ્યા વગર ટેસ્ટ કરાવી લેવો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31