Last Updated on April 5, 2021 by
ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.
ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૭૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૪૫-સુરત ગ્રામ્યમાંથી ૧૭૯ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં ૩,૮૬૨ એક્ટિવ કેસ છે જ્યારે કુલ કેસનો આંક ૬૭,૮૬૦ છે. અમદાવાદ શહેરમાં ૬૬૪-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭૬ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ હવે ૭૫,૨૦૭ છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨,૨૭૩ છે. વડોદરામાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૩૦૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૩૬૭ નવા કેસ સામે આવ્યા છે.
વડોદરામાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ
બીજી તરફ રાજકોટ શહેરમાં ૨૩૩-ગ્રામ્યમાં ૪૩ સાથે ૨૭૬ કેસ નોંધાયા છે. આમ, હવે વડોદરામાં ૨,૩૬૯ જ્યારે રાજકોટમાં ૧,૫૫૪ એક્ટિવ કેસ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૯૭ સાથે જામનગર, ૭૭ સાથે ભાવનગર, ૬૫ સાથે ગાંધીનગર, ૬૧ સાથે પાટણ, ૫૬ સાથે મહેસાણા, ૩૮ સાથે દાહોદ, ૩૭ સાથે પંચમહાલ, ૩૦ સાથે બનાસકાંઠા-ભરૃચ, ૨૯ સાથે ખેડા, ૨૭ સાથે મોરબી, ૨૬ સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | 4 એપ્રિલ | એક્ટિવ કેસ |
સુરત | 724 | 3862 |
અમદાવાદ | 676 | 2273 |
વડોદરા | 367 | 2369 |
રાજકોટ | 276 | 693 |
જામનગર | 97 | 393 |
ભાવનગર | 77 | 536 |
ગાંધીનગર | 65 | 436 |
મહેસાણા | 56 | 335 |
દાહોદ | 38 | 211 |
પંચમહાલ | 37 | 175 |
ભરૃચ | 30 | 206 |
બનાસકાંઠા | 30 | 95 |
કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૭૦-સુરતમાં ૧,૦૩૫-વડોદરામાં ૨૫૨, રાજકોટમાં ૨૧૧ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૪૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૧, અમદાવાદમાંથી ૬૦૮, વડોદરામાંથી ૧૯૯, રાજકોટમાંથી ૧૮૫ એમ રાજ્યભરમાંથી ૨,૦૨૪ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૯૮,૭૩૭ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૮૧% છે. ગુજરાતમાં હાલ૧,૩૪,૨૭૦ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૨,૮૩૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૩૯ કરોડ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31