GSTV
Gujarat Government Advertisement

સતત ચોથા દિવસે નવો રેકોર્ડ, પ્રતિ કલાકે 82 લોકો કોરોનાથી સંક્રમિત: લોકડાઉનની વરસીએ રાજ્યમાં નોંધાયા 1961 કેસો

કોરોના

Last Updated on March 26, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ છેલ્લા ચાર દિવસસથી સતત નવી વિક્રમી સપાટી વટાવી રહ્યો છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧,૯૬૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૭ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના  કુલ કેસનો આંક હવે ૨,૯૪,૧૩૦ થયો છે જ્યારે કુલ મરણાંક ૪,૪૭૩ છે.

રાજ્યમાં કોરોનાના  કુલ કેસનો આંક હવે ૨,૯૪,૧૩૦ થયો

આ પૈકી માર્ચ મહિનાના ૨૫ દિવસમાં જ ૨૪,૨૪૧ કેસ નોંધાયા છે જ્યારે ૬૩ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૪ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૯ હજારને પાર થયો છે. હાલમાં ૯,૩૭૨ એક્ટિવ કેસ છે જ્યારે ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે. એક સપ્તાહ અગાઉ ૧૮ માર્ચના રાજ્યમાં ૫,૬૮૪ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૪૦%નો વધારો થયો છે.

જીવલેણ કોરોના વાયરસ છેલ્લા ચાર દિવસસથી સતત નવી વિક્રમી સપાટી

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૬૨૮ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૦૧-ગ્રામ્યમાંથી ૧૨૭ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૦,૮૪૫ છે. આ પૈકી ૭,૦૨૭ કેસ માત્ર માર્ચ મહિનામાં જ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૫૫૧-ગ્રામ્યમાં ૭ સાથે ૫૫૮ કેસ નોંધાયા છે. આમ, અમદાવાદમાં માર્ચ મહિનામાં ૬,૧૫૨સહિત કુલ ૬૮,૯૦૫ કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરા શહેરમાં ૧૬૪-ગ્રામ્યમાં ૨૦ સાથે ૧૮૪, રાજકોટ શહેરમાં ૧૪૬-ગ્રામ્યમાં ૨૨ સાથે ૧૬૮ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૪૪ સાથે જામનગર, ૩૮ સાથે ગાંધીનગર, ૩૧ સાથે ભાવનગર, ૨૭ સાથે નર્મદા, ૧૯ સાથે બનાસકાંઠા-દાહોદ-કચ્છ, ૧૮ સાથે ખેડા-મહેસાણા, ૧૬ સાથે અમરેલી-આણંદ-સુરેન્દ્રનગર, ૧૫ સાથે મહીસાગર-સાબરકાંઠા, ૧૩ સાથે મોરબી, ૧૧ સાથે ભરૃચ-નવસારીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

અમદાવાદમાં માર્ચ મહિનામાં ૬,૧૫૨સહિત કુલ ૬૮,૯૦૫ કેસ નોંધાઇ ચૂક્યા

છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી સૌથી વધુ ૪, મહીસાગરમાંથી ૨ અને અમદાવાદમાંથી ૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે સુરતમાં ૯૯૬, મહીસાગરમાં ૧૨, અમદાવાદમાં ૨,૩૪૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૪૬૪, સુરતમાંથી ૪૨૪, વડોદરામાંથી ૧૩૫, રાજકોટમાંથી ૧૦૧ એમ રાજ્યભરમાંથી વધુ ૧,૪૦૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૮૦,૨૮૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૫.૨૯% છે. ગુજરાતમાં બુધવારની સ્થિતિએ ૬૨,૩૭૦ વ્યક્તિ હાલમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33