GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ વડોદરામાં કોરોનાના કેસોનો નવો રેકોર્ડ : સરકારી ચોપડે માત્ર 1 પણ થયા 24 કલાકમાં 21નાં મોત

કોરોના

Last Updated on April 8, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. શહેરમાં આજે પહેલી વખત એક જ દિવસમાં ૩૯૫ નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ પહેલા તાજેતરમાં એક દિવસમાં ૩૯૪ કેસ નોંધાયા હતા. જોકે આજે કોરોનાના દર્દીઓની સંખ્યાએ આ આંકડાને પણ વટાવી દીધો હતો.

કોરોનાના દર્દીઓની સંખ્યાએ આ આંકડાને પણ વટાવી દીધો

તંત્ર દ્વારા કરેલી જાહેરાત પ્રમાણે કોરોનાના કારણે આજે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે પણ મળતા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ૫૬૭૮ કોરોના સેમ્પલ લેવાયા હતા અને તેમાંથી ૩૯૫ લોકો કોરોના પોઝિવિટ જાહેર થયા છે. બીજી તરફ દવાખાનામાં હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૩૦૨૮ પર પહોંચી છે. આ પૈકી ૧૭૭ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર અને ૧૧૧ દર્દીઓ વેન્ટિલેટર અથવા બાય પેપ મશિન પર છે. ૨૪ કલાકમાં ૨૧૮ દર્દીઓને દવાખાનામાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૯૭ કેસ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

સૌરાષ્ટ્ર

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૯૭ કેસ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

હાલમાં વડોદરા શહેરમાં ૬૯૧૨ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે હાઉસ ટુ હાઉસ સર્વેના ભાગરુપે આજે ૮૨૪ ટીમો દ્વારા ૨.૯૬ લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. ધન્વંતરિ આરોગ્ય રથની ૩૪ ટીમો દ્વારા ૨૮૩૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આમ વડોદરા શહેરમાં કોરોનાના સંક્રમણની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તંત્રના આંકડા પ્રમાણે ૩૧,૧૦૬ લોકો કોરોનાના કારણે સંક્રમિત થઈ ચુક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33