GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના પાડોશી રાજ્યની પરિસ્થિતિ અત્યંત ડરામણી, છેલ્લા 24 કલાકમાં નવા 27 હજારથી વધુ કેસો નોંધાયા: હાલત બદથી બત્તર!

Last Updated on March 31, 2021 by

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જો કે ગત બે દિવસથી દરદીની સંખ્યામાં ઘટાડો છે, પરંતુ બે દિવસની રજાના કારણે ટેસ્ટ ઓછા થવાની શક્યતા છે. એવું વર્તાઇ રહ્યું છે. પણ કોરોના વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં નથી. સંકટ ટળ્યું નથી, આથી રાજ્ય સરકાર ચિંતિત છે. નએ લોકડાઉન મૂકવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૭,૯૧૮ દરદી નોંધાયા હતાં અને ૧૩૯ દરદી મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૨૩૮૨૦ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. અને રાજ્યમાં આજ દિને ૩ લાખ ૪૦ હજાર ૫૪૨ દરદી કોરોનાના એક્ટીવ કેસ છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના

કોરોના વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં નથી

રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૨૭ લાખ ૭૩ હજાર ૪૩૬ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૫૪૪૨૨ થઇ છે. અને અત્યાર સુધી ૨૩,૭૭,૧૨૭ દરદી કોરોનાથી મુક્ત થયા છે. રાજ્યમાં હાલમાં ૧૬,૫૬,૬૯૭ દરદી હોમ ક્વોરન્ટીન છે. જ્યારે ૧૭૬૪૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. 

રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૨૭ લાખ ૭૩ હજાર ૪૩૬ થઇ

મુંબઇમાં કોરોનાના નવા ૪૭૫૮ દરદી નોંધાયા હતા અને ૧૦ દરદીનું મોત થયું હતું. આમ મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૦૯૩૨૦ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૧૧૬૭૧ થઇ છે. જ્યારે ૩૦૩૪ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ સુધી મુંબઇમાં ૩૪૭૫૩૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા હતા. અત્યારે શહેરમાં કોરોનાના ૪૯૧૬૭ દરદી સક્રિય છે.

કોરોના

દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દેશમાં મંગળવાર સુધીમાં કોરોના રસીના ૬.૧૧ કરોડ ડોઝ અપાયા છે અને ૪૮.૩૯ ટકા સાથે તેલંગાણા રસીના સૌથી વધુ ડોઝ આપવામાં ટોચનું રાજ્ય છે. વધુમાં દેશમાં ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ શકશે. તેઓ કોવિન પ્લેટફોર્મ, આરોગ્ય સેતુ એપ અથવા રસીકરણ કેન્દ્ર ઉપર પહોંચીને સ્થળ પર જ નોંધણી કરાવી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33