GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર/ કોરોનાનું સંકટ વધ્યુ : નાગપુર બાદ અકોલામાં લાગ્યું લોકડાઉન, પુનામાં જાહેર થયો નાઈટ કરફ્યું

Last Updated on March 12, 2021 by

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારના 8 કલાક સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

ઘણા દિવસોથી રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં વધારો

નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. પુણેમાં રાત્રીના 11 કલાકછથી સવારના 6 વાગ્યા સુછી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં 31 માર્ચ સુછી તમામ સ્કૂલ, કોલેજને પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ પુણેમાં હોટલ, બાર રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે, આજ નિયમ મોલ થિયેટર પર પણ લાગુ પડશે.

પુણેમાં હોટલ, બાર રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો પ્રકોપ વકરી રહ્યો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી છે. હવે ગમે તે ઘડીએ લોકડાઉન લાગું કરાય એવા સંકેતો મુખ્ય પ્રધાને આપ્યા છે. લોકોએ આવા સંકટના સમયમાં લાપરવાહી વર્તવી નહિ. કાળજી રાખવી અને કોરોના સંદર્ભેના નિયમોને સખતાઇથી પાલન કરવાની અપીલ સુદ્ધા કરી છે.

કોરોના

71.69 ટકા કેસો માત્રને માત્ર મહારાષ્ટ્ર-કેરળ માંથી સામે આવ્યા

ભારત સરકારના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડું એવા રાજ્યો છે જ્યાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં હાજર સમયમાં જેટલા એક્ટિવ કેસો છે, તેમાંના 71.69 ટકા કેસો માત્રને માત્ર મહારાષ્ટ્ર-કેરળ માંથી સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની તરફથી એ રાજ્યો પર ખાસ તરીકે એ રાજ્યો પર નજરા રાખવામાં આવી રહી છે કે જ્યાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં આ સમયે 1.97 લાખ એક્ટિવ કેસ છે., આ જ કારણ છે કે ચિંતા ફરીથી વધી રહી છે.

દેશમાં આ સમયે 1.97 લાખ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૧૪,૩૧૭ કેસ નોંધાયા છે, જ્યારે ૫૭ દરદીના ભોગ લીધા હતા અને ૭૧૯૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજ દિન ૧ લાખ ૬ હજાર ૦૭૦ કોરોનાના એક્ટીવ દરદી છે. જેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૨ લાખ ૬૬ હજાર ૩૭૪ થઇ છે અને મરણાંકની સંખ્યા ૫૨૬૬૭ થઇ છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી ૨૧ લાખ ૦૬ હજાર ૪૦૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આથી કોરોનાની રિકવરી થવાનું પ્રમાણ ૯૨.૯૪ ટકા થયું છે. જે લગભગ બે ટકાથી વધુ ઘટી ગયું છે. રાજ્યમાં ૪,૮૦,૦૮૩ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૪૭૧૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન થયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઇમાં કોરોનાના નવા દરદીમાં ખૂબ જ ઉછાળો આવ્યો

મુંબઇમાં કોરોનાના નવા દરદીમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. આજે કોરોનાના નવા ૧૫૦૯ દરદી નોંધાયા છે અને ચાર દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૩૮૬૪૩ થઇ છે. અને મરણાંકની સંખ્યા વધીને ૧૧૫૧૯ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોના ૩૧૪૨૫૭ દરદી કોરોનાથી મુક્ત થયા છે. અને શહેરમાં કોરોનાના ૧૧૯૬૯ એક્ટીવ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33