GSTV
Gujarat Government Advertisement

ફફડાટ: દરરોજ 1 લાખની નજીક પહોંચી રહ્યા છે કોરોનાના કેસ, પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની મિટીંગ

Last Updated on April 4, 2021 by

કોરોનાના કહેરને ધ્યાને રાખીને રસીકરણની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી રહ્યા છે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ, ડો. વિનોદ પોલ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થવાના છે.

દેશમાં કોરોનાની બીજી લહેરને પગલે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધારે 89,000થી વધુ કોરોના સંક્રમિતો ભારતમાંથી મળ્યા છે. ઉપરાંત એક જ દિવસમાં 714 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા મૃત્યુ મામલે ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં આના પહેલા 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં સર્વાધિક 97,000 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 4 નવેમ્બરના રોજ સૌથી વધુ 702 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા એક દિવસમાં બ્રાઝિલમાં 69,662 અને અમેરિકામાં 69,986 નવા કેસ સામે આવ્યા હતા.

કોરોના

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા આટલા કેસો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 89,129 સંક્રમિત મળ્યા. તેમાં 81.42 ટકા કેસ 8 રાજ્યોમાંથી છે જ્યાં સ્થિતિ સૌથી ગંભીર છે. ઉપરાંત 44,202 દર્દીઓ સાજા પણ થયા છે. 

આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,23,92,260 થઈ ગઈ છે જેમાંથી 1,64,110 લોકોના મોત થયા છે. જ્યારે 1,15,69,241 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. સતત 24 દિવસથી સંક્રમિતોની સંખ્યા વધી રહી હોવાથી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6,58,909 થઈ ગઈ છે જે કુલ સંક્રમણના 5.32 ટકા જેટલી છે. ઉપરાંત રિકવરી દર ઘટીને 93.36 ટકા થઈ ગયો છે. અગાઉ 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછા 1,35,926 સક્રિય દર્દીઓ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તમિલનાડુ, યુપી, પંજાબ અને મધ્ય પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33