Last Updated on March 9, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો છે. ઘાતક કોરોનાના ૫૦૦થી વધુ કેસો નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૫૫ નવા કેસો સામે આવ્યા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. હાલમાં ૩,૨૧૨ એક્ટિવ કેસ છે જ્યારે ૪૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૭૩,૯૪૧ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૧૬ છે. માર્ચના પ્રથમ ૮ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૪,૦૫૨ કેસ નોંધાઇ ચૂક્યા છે.
ઘાતક કોરોનાના ૫૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩ સાથે ૧૨૯, વડોદરા શહેરમાં ૮૯-ગ્રામ્યમાં ૧૪ સાથે ૧૦૩ જ્યારે સુરત શહેરમાં ૯૦-ગ્રામ્યમાં ૧૦ સાથે ૧૦૦ કેસનો સમાવેશ થાય છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | ૮ માર્ચ | કુલ કેસ |
અમદાવાદ | 129 | 63713 |
વડોદરા | 103 | 30675 |
સુરત | 100 | 54659 |
રાજકોટ | 44 | 23836 |
પંચમહાલ | 18 | 4403 |
આણંદ | 16 | 2741 |
ભાવનગર | 15 | 6238 |
ગાંધીનગર | 14 | 8893 |
ખેડા | 14 | 3392 |
સાબરકાંઠા | 12 | 3161 |
કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૩,૭૧૩-સુરતમાં ૫૪,૬૫૯ અને વડોદરામાં ૩૦,૬૭૫ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૪૪ સાથે રાજકોટ, ૧૮ સાથે પંચમહાલ, ૧૬ સાથે આણંદ, ૧૫ સાથે ભાવનગર, ૧૪ સાથે ગાંધીનગર-ખેડા, ૧૨ સાથે સાબરકાંઠા, ૧૧ સાથે કચ્છ-ભરૃચ, ૧૦ સાથે દાહોદ, ૯ સાથે મહીસાગર-જુનાગઢ, ૮ સાથે જામનગર, ૫ સાથે ગીર સોમનાથ-મહેસાણા, ૪ અરવલ્લી-મોરબી, ૩ સાથે અમરેલી-પોરબંદર, ૨ સાથે નર્મદા-છોટા ઉદેપુર જ્યારે ૧ સાથે તાપી-દેવભૂમિ દ્વારકા-વલસાડ-નવસારીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા-બોટાદ-ડાંગ-પોરબંદર-સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૬૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૨૦, સુરતમાંથી ૯૨, વડોદરામાંથી ૮૦ અને રાજકોટમાંથી ૭૦ એમ રાજ્યભરમાંથી કુલ ૪૮૨ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૬,૩૧૩ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૨૨% છે. ગુજરાતમા ંહાલ ૨૩ હજારથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31