GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો અજગરી ભરડો/ દેશના દિલ્હીમાં 1500 તો, મુંબઇમાં 5500થી વધુ લોકો સંક્રમિત: પરિસ્થિતિ વધુને વધુ વકરી!

Last Updated on March 26, 2021 by

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરના આંકડા ડરાવી રહ્યા છે. દેશના અમુક રાજ્યોની સ્થિતિ અત્યંત ડરામણી અને ભયાનક બની રહી છે. બીજીતરફ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં દોઢ હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે, દિલ્હીમાં આજે 1,515 નવા કેસ બહાર આવ્યા, 16 ડિસેમ્બર બાદ દિલ્હીમાં પહેલી વખત 1500થી વધુ નવા કેસ નોંધાયા છે. જો અવિરત કેસો રહેશે તો ાવનારા દિવસોમાં વધુ સખ્ત પ્રતિબંધો લદાય તો નવાઈ નહીં.

દિલ્હીમાં આજે 1,515 નવા કેસ બહાર આવ્યા, 16 ડિસેમ્બર બાદ દિલ્હીમાં પહેલી વખત 1500થી વધુ નવા કેસ નોંધાયા

આ દરમિયાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ પણ કોરોનાની હાલત ફરીથી ગંભીર થવા લાગ્યા છે, મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 5,504 નવા કેસ બહાર આવ્યા છે, અને આ દરમિયાન 4 દર્દીઓનું મોત થઇ, મુંબઇમાં 75 દિવસમાં ડબલિંગ રેટ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઇ છે, આજે 35,952 નવા કેસ નોંધાયા જ્યારે 20,444 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે, સમગ્ર રાજ્યમાં આજે 111 દર્દીઓનું મોત કોરોનાથી થઇ છે.

મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઇ

તે જ પ્રકારે રાજધાની દિલ્હીમાં દર્દીઓની સંખ્યા પણ 5 હજારથી વધુ થઇ ગઇ છે, એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 5,497 થઇ ગઇ છે, જ્યારે 31 ડિસેમ્બર 2020 બાદથી સૌથી મોટી સંખ્યા છે, 31 ડિસેમ્બર દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 5,511 હતી. દિલ્હીમાં છેલ્લા 24 કલાક 1,515 નવા કેસ બહાર આવ્યા છે, જેનાથી કુલ આંકડા 6,52,742  થઇ ગયા છે, આ દરમિયાન 903 દર્દીઓ સાજા થયા, હવે અહીં સાજા થનારાની સંખ્યા 6,36,267 સુધી પહોંચી ગઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33