Last Updated on March 31, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કાળમુકા કોરોના વાયરસે એક જ દિવસમાં ૩ સરકારી અધિકારીનો ભોગ લીધો છે. ટોચના અધિકારીઓના મૃત્યુ થયા છે. જેમાં ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્ચર વિભાગનાં શ્વેતા મહેતા, સચિવાલયના સેક્શન ઓફિસર કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો. હરેશ એલ.ધડુકનો સમાવેશ થાય છે.
શ્વેતા મહેતા, સચિવાલયના સેક્શન ઓફિસર કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો. હરેશ એલ.ધડુકનો સમાવેશ
આણંદ યુનિવર્સિટીમાં ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા ડોક્ટર હરેશ એલ.ધડુક કોરોના સંક્રમણ થતાં છેલ્લા ૧૫ દિવસથી કરમસદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. મંગળવારે બપોરે તેમના અવસાનથી શિક્ષણજગતમાં શોક વ્યાપી ગયો છે. બીજી તરફ ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ અદા કરતાં ક્લાસ-૨ અધિકારી શ્વેતા મહેતાનું કોરોનાથી અવસાન થયું છે અને તેમને ૭ માસનો ગર્ભ હતો.
ક્લાસ-૨ અધિકારી શ્વેતા મહેતાનું કોરોનાથી અવસાન થયું છે અને તેમને ૭ માસનો ગર્ભ
પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ વખતે ગોરપદું કરતાં હતા તેમજ એનસીસીમાં પણ નિયમિત ટ્રેનિંગ આપવા જતા હતા. તેઓ ખૂબ જ સારા વક્તા અને લેખિકા પણ હતા. તેમણે દીકરીઓ માટે લખેલા પુસ્તક ‘ખીલતી કળી’નું મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત આજે સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના પણ કોરોનાથી અવસાન પામ્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31