GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ ગુજરાતીઓ કોરોનાની રાજ્યમાં ‘બુલેટ’ સ્પીડ: 111 દિવસે 1500થી વધુ કેસો : પ્રતિ કલાકે 65ને સંક્રમણ

Last Updated on March 21, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસ હવે ‘માતેલા સાંઢ’ની જેમ બેકાબુ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૬૫ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. આમ, રાજ્યમાં પ્રત્યેક કલાકે ૬૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. રાજ્યમાં ૨૯ નવેમ્બર એટલે કે ૧૧૧ દિવસમાં પ્રથમવાર કોરોનાએ ૧૫૦૦ની સપાટી વટાવી છે. હાલમાં ૬,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૬૯ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે, જે ૩૦ ડિસેમ્બર બાદ રાજ્યમાં સૌથી વધુ દૈનિક મરણાંક છે. ગુજરાતમાં હાલ ૨,૮૫,૪૨૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૪૩ છે. 

રાજ્યમાં પ્રત્યેક કલાકે ૬૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ કેસમાં સુરત ફરી મોખરે રહ્યું હતું. સુરત શહેરમાંથી ૩૮૧-ગ્રામ્યમાંથી ૧૦૩ એમ કુલ ૪૮૪ નવા કેસ સામે આવ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અમદાવાદમાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૪૦૬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૪૦૧-ગ્રામ્યમાંથી ૫ કેસનો સમાવેશ થાય છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૫૮,૦૬૫ જ્યારે અમદાવાદમાં ૬૬,૪૧૭ છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ કેસમાં સુરત ફરી મોખરે

કોરોના

વડોદરા શહેરમાં ૧૩૨-ગ્રામ્યમાં ૧૯ સાથે ૧૫૧ જ્યારે રાજકોટ શહેરમાં ૧૨૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૫ સાથે ભાવનગર, ૩૩ સાથે ગાંધીનગર, ૩૨ સાથે જામનગર, ૨૯ સાથે મહેસાણા, ૨૭ સાથે ખેડા, ૨૪ સાથે પંચમહાલ, ૧૯ સાથે દાહોદ, ૧૮ સાથે નર્મદા, ૧૬ સાથે કચ્છ-સાબરકાંઠા, ૧૪ સાથે ભરૃચ-મહીસાગર, ૧૩ સાથે જુનાગઢ, ૧૨ સાથે આણંદ, ૧૧ સાથે બનાસકાંઠા-મોરબી-પાટણનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો ૨૦ માર્ચ   કુલ કેસ
   
સુરત          48458065
અમદાવાદ     40666417
રાજકોટ       15224955
વડોદરા         15132030
ભાવનગર        356490
ગાંધીનગર        339129
જામનગર         3210975
મહેસાણા         297311
ખેડા              273606
પંચમહાલ        244578

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨ જ્યારે વડોદરા-રાજકોટમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૧-સુરતમાં ૯૮૪, વડોદરામાં ૨૪૩ જ્યારે રાજકોટમાં ૨૦૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૮૩, સુરતમાંથી ૨૯૮, વડોદરામાંથી ૧૪૦, રાજકોટમાંથી ૮૮ એમ રાજ્યભરમાંથી ૯૬૯ દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખ              કેસ
  
૨૭ નવેમ્બર        1607
૨૮ નવેમ્બર         1598
૨૦ માર્ચ ૨૦૨૧    1565
૨૯ નવેમ્બર         1564
૨૬ નવેમ્બર         1560
૨૫ નવેમ્બર   1540

અત્યારસુધી કુલ ૨,૭૪,૨૪૯ દર્દીઓ સાજા થયા છે જ્યારે રીક્વરી રેટ ૯૬.૦૮% છે. શુક્રવારની સ્થિતિએ રાજ્યમાં ૬૨,૯૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૪૦,૮૧૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33