Last Updated on March 31, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક મહામારીની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી છે. વકરતાં કોરોનાની અસર ફરીથી સરકારી ભરતી પર પડી છે. એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જીપીએસસીએ નવી તારીખો જાહેર કરી, વર્ગ 2 અને વર્ગ 3 માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
મહામારીની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી
વર્ગ 2 અને વર્ગ 3 માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાનું આયોજન કરાયું
- પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની તારીખો બદલાઈ છે.
- ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ફેરફાર
- સેક્શન અધિકારી વર્ગ-3ની તારીખ બદલાઈ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ફેરફાર
પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર (Deputy Mamlatdar) અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝર (Security superviser)ની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જુનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. વર્ગ1, વર્ગ 2 અને વર્ગ 3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ રહેતાં છેલ્લા બે દિવસમાં ૪,૪૭૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૮ના મૃત્યુ થયા છે. જેમાં ૨૯ માર્ચે ૨,૨૫૨ કેસ-૮ના મૃત્યુ જ્યારે ૩૦ માર્ચે ૨,૨૨૦ કેસ-૧૦ના મૃત્યુનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મંગળવારે ૨૯ માર્ચે ૧૦ના મૃત્યુ થયા હતા, જે ૧૬ ડિસેમ્બર બાદનો સૌથી વધુ મરણાંક છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૫,૩૩૮ થયો છે જ્યારે કુલ મરણાંક ૪,૫૧૦ છે. રાજ્યમાં હાલ ૧૨,૨૬૩ એક્ટિવ કેસ છે જ્યારે ૧૪૭ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ૧૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૨ હજારને પાર થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31