GSTV
Gujarat Government Advertisement

દેશમાં રેકોર્ડ તોડ કેસ આવ્યા સામે, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો ફક્ત આ 8 રાજ્યોમાં, જાણો ગુજરાત કેટલા નંબરે!

Last Updated on April 5, 2021 by

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ રાજ્યોમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ છે, જે કુલ ચેપગ્રસ્ત લોકોનો 5.54 ટકા છે.

કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 32 હજાર 688 એક્ટિવ કેસોમાં વધારો થયો છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ કેરળ અને પંજાબ મળીને 76.41 ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં એકલા મહારાષ્ટ્રમાં જ 58.19 ટકા એક્ટિવ કેસ છે. શનિવારે ભારતમાં કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસ આવ્યા, જેણે છેલ્લા ઘણા મહિનાઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12 કરોડ 85 હજાર 509 થઈ ગઈ છે.

કોરોના

દૈનિક કેસોમાં મહારાષ્ટ્ર-પંજાબ સૌથી આગળ 

મહારાષ્ટ્ર અને પંજાબ દેશનાં એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. આ માહિતી સત્તાવાર દસ્તાવેજોથી પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે આ બંને રાજ્યોનો સમાવેશ તે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે, જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યા કરતા વધારે નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ છત્તીસગઢ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

આ રાજ્યોમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી

ચિંતાની વચ્ચે રાહતનાં સમાચાર છે કે દેશનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એવા પણ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યોમાં ઓડિશા, આસામ, પુડુચેરી, લદ્દાખ, દમણ-દીવ, દાદરા નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33