GSTV
Gujarat Government Advertisement

બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત કરાતા થઈ તૂંતૂં-મેંમેં, ‘ટેસ્ટ કરવો હોય તો કરો, રિપોર્ટના પૈસા નથી’

Last Updated on April 2, 2021 by

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર વિવિધ શહેરોમાંથી આવતા મુસાફરો માટે ઇ્ઁભઇ ટેસ્ટ ફરજિયાત કરાયો હતો જેના કારણે આજે દિવસ દરમિયાન ડોમેસ્ટિક ટમનલમાં એરાઇવલ મુસાફરોની ભારે ભીડ એકઠી થઇ જતા લાઇનો લાગી હતી અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. એટલું જ નહીં એરપોર્ટ પર રીતસરના તૂંતૂંમેમેના દ્રશ્યો સર્જાયા હતા.  અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર ફલાઇટમાંથી ઉતરી ટર્મિનલના એરાઇવલમાં ખાનગી લેબને ફરજિયાત  RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં દસ જેટલા કાઉન્ટરની વ્યવસ્થા તેમજ મુસાફરોનો ચાર કલાક સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બેસવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ મોટાભાગના મુસાફરોને ચાર કલાક ટર્મિનલમાં બેસી રહેવાની પળોજણથી બચવા અને રિપોર્ટના રૂ. 800 ચુકવવાના મામલે ભારે હંગામો મચાવી દીધો હતો. ખાસ કરીને હૈદ્રાબાદ અને વારાણસીની ફલાઇટમા આવેલા મુસાફરો રોષે ભરાયા હતા.  એરપોર્ટ પર એક પરિવારના ચાર સભ્યો ટ્રાવેલ કરીને અમદાવાદ આવ્યા હતા તેમની પાસે રિપોર્ટના રૂ. 3200 ચૂકવવાના હોવાથી તેમને જણાવ્યુ કે તમારે રિપોર્ટ કરવો હોય તો કરો અમારી પાસે આટલા બધા પૈસા નથી. આમ એરપોર્ટ પર કાર્ડ સ્વેપની સુવિધા ના બદલે કેસ ચુકવવાની વ્યવસૃથાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

ટર્મિનલમાં બેસી રહેવાની પળોજણથી બચવા

કેટલાક મુસાફરો પાસે રિપોર્ટના પૈસા ન હોવાનું સ્પષ્ટપણે જણાવી દીધુ હતું. લેબના કર્મચારીએ જણાવ્યુ કે મુસાફરો પૈસા ન હોવાનું રટણ કરતા હોવાથી અમે રિપોર્ટ કરવા જબરદસ્તી કરી શકીએ નહીં અલબત્ત તેમને રોકી પણ શકીએ નહી. કેટલાક મુસાફરો મોબાઇલમાં જૂનો ટેસ્ટ માન્ય રાખવાની પણ જીદ કરતા હતા. આમ વિવિધ બહાના હેઠળ ઘણાય મુસાફરો ટેસ્ટ કર્યા વિના જ ટમનલથી બહાર નિકળી ગયા હતા.જેના કારણે સંક્રમણનું જોખમ વધી જાય છે. 

એરપોર્ટ પર એકથી વધુ ફલાઇટો આવી જવાથી યોગ્ય વ્યવસૃથાના અભાવે અફરાતફરી જેવો માહોલ સર્જાયો

કેટલાક મુસાફરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એરપોર્ટ પર એકથી વધુ ફલાઇટો આવી જવાથી યોગ્ય વ્યવસૃથાના અભાવે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો ત્ચારે ટેસ્ટ કરવામાં વિલંબ થતા મુસાફરો સીધા જ બહાર નિકળી ગયા હતા. આમ પૈસા ચૂકવીને પણ હેરાન પરેશાન થવુ પડયુ હતુ. બીજીતરફ કેટલાક મુસાફરો સહકાર આપતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી હતી.

એક બાજુ સરકારે આજથી રાજ્યની તમામ બોર્ડર સીલ કરીને તમામ સરહદે સ્કેનિંગ ફરજીયાત કર્યુ છે તેમજ બહારથી આવતા મુસાફારો-લોકો માટે નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે ત્યારે જો એરપોર્ટની જ આ પરિસિૃથતિ હોય તો પછી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં તો શું વ્યવસૃથા અને કેટલું કડક ચેકિંગ કે જોગવાઈઓનું પાલન થતુ હશે તે સમજી શકાય છે. કારણકે રેલ માર્ગે અને રોડ માર્ગે આવતા મુસાફરોની સંખ્યા તો ફલાઈટમાં આવતા મુસાફરો કરતા અનેક ગણી હોય છે.

બેફામ પાર્કિંગ ચાર્જ સામે મુસાફરોનો રોષ

એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપની દ્વારા આજથી અમલી થયેલા 30 મિનિટના રૂ. 90 વાહન પાકગ ચાર્જને લઇ મુસાફરોને લેવા મુકવા આવતા સ્વજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બે કલાકના રૂ. 80થી સીધા જ રૂ. 150 કરી દેવાતા કોરોના સમયમાં મુસાફરોના ખિસ્સા ખંખેરાશે. આમ અદાણીને જાણે મુસાફરો પાસેથી પાકગના નામે લૂંટવાનું લાયસન્સ મળી ગયુ હોય તેવો ચારે બાજુથી ભારે વિરોધ જોવા મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી વખતે 13 મિનિટના ફ્રી પાર્કીંગ માટે હાઇકોર્ટે કરેલા ઓર્ડરનો પણ અદાણીએ અનાદર થયો હોય તેવુ મુસાફરોએ જણાવ્યુ હતું. 

maharashtra corona

ખાસ કરીને ડિપાર્ચરમાં મુકવા માટે આવતા મુસાફરો માટે પાંચ મિનિટની સમય મર્યાદા રાખી હતી જે શક્ય ન હોવાથી મોટાભાગના મુસાફરોએ રૂ. 90 પાકગ  ચાર્જ ચૂકવવો પડયો હતો.  જ્યારે એરાવઇલમાં કોઇ સમય મર્યાદા રાખી ન હોવાના પણ ગંભીર ફરિયાદો ઉઠી હતી. એટલે કે મુસાફરો પાસેથી ફરજિયાત પાકગ ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

અદાણી મેનેજમેન્ટે જણાવ્યુ કે અમે મુસાફરોને થોડી છુટછાટ આપીશું. પાંચ મિનિટ પર થોડી એક-બે  મિનિટ વધશે તો અમે માન્ય રાખીશુ એટલે કે ચાર્જ વસુલ કરીશુ નહી.  એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ, ઇમિગ્રે્શન, સીઆઇસએસએફ સહિતના સરકારી કર્મચારીઓ માટે પાકગ ચાર્જ નહીં લેવાની પણ સ્પષ્તા કરી દેવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33