Last Updated on February 27, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૦ નવા કેસ નોંધાયા છે. ૧૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક પણ હવે ૨ હજારને પાર થઇ ગયો છે. હાલમાં ૨,૧૩૬ એક્ટિવ કેસ છે જ્યારે ૩૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-વડોદરા એમ બંને જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. દૈનિક કેસનો આંક ૧૦૦ને પાર થયો હોય તેવું અમદાવાદમાં ૨૧ જાન્યુઆરી જ્યારે વડોદરામાં ૧૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. રાહતની એકમાત્ર વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
ફરી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેરમાંથી ૯૯-ગ્રામ્યમાંથી ૧૦ સાથે ૧૦૯ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૯૯-ગ્રામ્યમાં ૨ સાથે ૧૦૧, સુરત શહેરમાં ૬૮-ગ્રામ્યમાં ૬ સાથે ૭૪ જ્યારે રાજકોટ શહેરમાં ૫૫-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંક અમદાવાદમાં ૫૯૩, સુરતમાં ૪૧૨ અને વડોદરામાં ૨૮૬ થઇ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૯ ફેબુ્રઆરીના અમદાવાદમાં ૫૪૦ એક્ટિવ કેસ હતા.
ગુજરાતમાં એક્ટિવ કેસની સ્થિતિ
જિલ્લો | ૧૭ ફેબુ્ | ૨૬ ફેબુ્ |
અમદાવાદ | 540 | 593 |
વડોદરા | 147 | 286 |
સુરત | 304 | 412 |
રાજકોટ | 158 | 187 |
કચ્છ | 44 | 61 |
ગાંધીનગર | 38 | 48 |
જામનગર | 60 | 47 |
મહીસાગર | 33 | 41 |
ગીર સોમનાથ | 50 | 40 |
જુનાગઢ | 24 | 39 |
ગુજરાતમાં | 1703 | 2136 |
આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૧૦%નો વધારો નોંધાયો છે. રાજ્યમાંથી અન્યત્ર ભાવનગરમાં ૧૩, ગાંધીનગરમાં ૧૦, કચ્છમાં ૯, જુનાગઢમાં ૮, જામનગર-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુરમાં ૬, સાબરકાંઠા-મહેસાણામાં ૫, મોરબીમાં ૪, ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકામાં ૩, બોટાદ-વલસાડ-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી-ભરૃચમાં ૨ જ્યારે બનાસકાંઠા-દાહોદ-નર્મદામાં ૧-૧ નવા કેસ નોંધાયા હતા. ડાંગ અને પાટણ એમ બંને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક ૪૪૦૮ જ્યારે મૃત્યુદર ૧.૬૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૭૩, વડોદરામાંથી ૬૧, સુરતમાંથી ૬૦, રાજકોટમાંથી ૪૪ એમ રાજ્યભરમાંથી કુલ ૩૧૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૨,૪૮૭ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૬૭.૫૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૧૨૭ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૧૬ કરોડ છે. હાલમાં ૧૭,૮૧૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31