GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ લોકડાઉન જાહેર કરવાની ઉદ્ધવ સરકારની તૈયારી, વધતા કેસોથી મહારાષ્ટ્રની પરિસ્થિતિ ગંભીર : આકરા અને સખ્ત પ્રતિબંધ માટે રહેજો તૈયાર!

Last Updated on March 29, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં અત્યંત તીવ્ર ઉછોળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર અનિયંત્રિત ગતિથી ફેલાઇ રહી છે. કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સમીક્ષા બેઠક બાદ કેટલાક સમય માટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા સંમત થયા છે અને તેની તૈયારીનો હુકમ આપ્યો છે. CMએ કહ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોડડાઇન લગાવવામાં આવશે. તેમણે અધિકારીઓને આ માટે રોડમેપ બનાવવા કહ્યું છે. 

લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોડડાઇન લગાવવામાં આવશે

રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લાદવાની તરફ ઇશારો કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે, જો હજી પણ લોકો નિયમો માનતા ન હોય તો લોકડાઉન માટેનો રોડમેપ તૈયાર કરો.

તમામ સરકારી કચેરીઓ આગળના આદેશો સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વધતા જતા કેસોને કારણે આરોગ્ય સુવિધાઓની અછત પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય લીધો કે હવે મંત્રાલયો સહિતની તમામ સરકારી કચેરીઓ આગળના આદેશો સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આકરા અને સખ્ત પ્રતિબંધ માટે રહેજો તૈયાર

મળતી માહિતી મુજબ 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરાયા છે અને બાકીનાં બેડ ઝડપથી ભરાઇ રહ્યા છે. 60 હજાર 349 ઓક્સિજન બેડમાંથી 19 હજાર 930 બેડ પહેલાથી ભરાયા છે. 9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1 હજાર 881 દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં પથારી ઉપલબ્ધ નથી અને વધતા ચેપને કારણે સુવિધાની ક્ષમતા ઘટી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ રવિવારે કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સાથે મુંબઈમાં કોરોનાના કુલ કેસ ૩,૯૮,૬૭૪ થયા છે અને મૃત્યુઆંક૧૧,૬૪૯ થયો છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ પણ દેશમાં સૌથી વધુ છે, જે ૨૨.૭૮ હતો. 

મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. વધુમાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો આખા રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. આથી સરકાર પર લોકડાઉન જેવા આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33