Last Updated on April 4, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ બાદ મેટ્રોેપોલિટન કોર્ટમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ છે. આજે અહીંના બે મેજિસ્ટ્રેટ અને 13 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેથી કર્મચારીઓએ રાજ્યના ચીફ જસ્ટિસ અને ચીફ મેટ્રોેપોલિટન મેજિસ્ટ્રેટને પત્ર લખી 10મીની લોકઅદાલત ન યોજવા માગણી કરી છે.
રાજ્યના ચીફ જસ્ટિસ અને ચીફ મેટ્રોેપોલિટન મેજિસ્ટ્રેટને પત્ર લખી 10મીની લોકઅદાલત ન યોજવા માગણી કરી
મેટ્રો કોર્ટમાં એક સાથે આટલાં કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં તેમના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારઓના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ હાધ ધરવામાં આવી છે. વર્ગ-3ના કર્મચારીઓ અને વકીલોએ ચીફ જસ્ટિસ અને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને પત્ર લખી 10મી એપ્રિલના રોજ યોજાનારી લોકઅદાલત મોકૂફ રાખવા માગણી કરી છે.
10મી એપ્રિલની લોક અદાલત મોકુફ રાખવા ચીફ જસ્ટિસને રજૂઆત
કર્મચારીઓ અને વકીલોની માગણી છે કે લોકઅદાવતમાં સંખ્યાબંધ પક્ષકારો કોર્ટ સંકુલમાં આવશે, જેના કારણે સંક્રમણ વધશે. આ ઉપરાંત કોરોના છે ત્યાં સુધી કર્મચારીઓને ફિંગર પ્રિન્ટથી હાજરી આપવામાંથી મુક્તિ આપી હાજરી માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી જોઇએ. વર્ગ-3ના કર્મચારીઓની રજૂઆત છે કે કોરોનાના કારણે એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ. બસો બંબ છે. તેથ કર્મચારીઓને કામગીરીના સમય અંગે પણ થોડી છૂટછાટ મળવી જોઇએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31