GSTV
Gujarat Government Advertisement

જોખમ વધ્યું / દેશમાં છ મહિનામાં પ્રથમ વખત એક દિવસમાં 72 હજારથી વધુ કેસો આવ્યા સામે, 450થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Last Updated on April 2, 2021 by

ભારતમાં જીવલેણ કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. દેશમાં ગુરુવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૨,૩૩૦ કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૨ કરોડને પાર થઈ ગયા છે. વધુમાં નવા ૪૫૯નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૩ લાખ નજીક પહોંચ્યો છે. બીજી બાજુ દેશમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના ભાગરૂપે ગુરુવારથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ રસી મેળવી શકે છે. એપ્રિલ મહિનામાં વધુ રજાઓ આવતી હોવાથી કેન્દ્રે જાહેર રજાઓમાં પણ સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર અભિયાન ચાલુ રાખવા નિર્દેશ આપ્યા છે.

કોરોનાના નવા ૭૨,૩૩૦ કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં ગુરુવારે ૨૪ કલાકમાં કોરોનાના ૭૨,૩૩૦ નવા કેસ નોંધાયા હતા. આ સાથે  કોરોનાના કુલ કેસ ૧,૨૨,૨૧,૬૬૫ થયા છે. ભારતમાં છેલ્લે ૧૧મી ઑક્ટોબરે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૭૪,૩૮૩ કેસ નોંધાયા હતા. દેશમાં ગુરુવારે કોરોનાથી વધુ ૪૫૯નાં મોત નીપજ્યાં હતા, જે ૧૧૬ દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧,૬૨,૯૨૭ થયો છે. 

કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧,૬૨,૯૨૭ થયો

દેશમાં સતત ૨૨ દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોવાથી એક્ટિવ કેસ વધીને ૫,૮૪,૦૫૫ થયા છે, જે કુલ કેસના ૪.૭૮ ટકા જેટલા છે. દેશમાં છેલ્લે ૧૨મી ફેબુ્રઆરીએ સૌથી ઓછા ૧,૩૫,૯૨૬ એક્ટિવ કેસ હતા. સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક સ્તરે વિસ્તારવા માટે કેન્દ્ર સરકારે જાહેર રજાઓ સહિત આખા એપ્રિલ મહિનામાં સરકારી અને ખાનગી સેક્ટરના બધા જ કોરોના રસીકરણ કેન્દ્રો ચાલુ રાખવા નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે રાજ્યોને પત્ર લખ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે રાજ્યોને પત્ર લખ્યો

દરમિયાન દેશમાં કોરોનાની રસીના ૬.૫ કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, સ્વાસ્થ્ય ક્ષેત્રના કર્મચારીઓ, ૬૦ વર્ષથી વધુ વયના લોકો તેમજ ચોક્કસ બીમારી ધરાવતા ૪૫ વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. આ અભિયાન હેઠળ ગુરુવારથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ રસી મેળવી શકે છે.ગુરુવારે ૪૫ વર્ષથી વધુ વયના સેંકડો લોકોએ રસી લીધી હતી.

ગુરુવારથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ રસી મેળવી શકે છે

દરમિયાન નિષ્ણાતોએ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે  સરકારને ખાનગી ક્ષેત્રનો સાથ મેળવી રસીકરણ અભિયાનની ગતિ વધારવા ભલામણ કરી છે. સરકારે જણાવ્યું હતું કે, ભારતમાં ખૂબ જ ઝડપથી કોરોના મહામારી ફેલાઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત વિકટ બની છે, પરંતુ સમગ્ર દેશ પર તેનું જોખમ હજી યથાવત્ છે તેમ નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33