GSTV
Gujarat Government Advertisement

વાયરસનો પંજો વકર્યો/ આ વર્ષના રેકોર્ડ બ્રેક કેસો આજે નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો થયા સંક્રમિત: છુટ-છાટથી હજુ વકરશે!

Last Updated on March 18, 2021 by

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે. દેશમાં આ વર્ષે પહેલીવાર કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પહેલીવાર કોરોનાના 35 હજારથી વધારે કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,871 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં આ વાયરસથી સંક્રમિત 172 લોકોના કરૂણ મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોના વાયરસનો આંકડો વધીને 1.14 કરોડને પાર થયો છે.

આ દરમિયાન દેશમાં 172 લોકોના મોત

આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં કુલ 1,14,74,605 કેસ સામે આવી ચુક્યાં છે. જોકે તેમાં 1,10,63,025 લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો પણ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 2,52,364 થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,59,216 લોકોના મોત થઈ ચુક્યાં છે.

દેશમાં કોરોનાનો આંકડો વધીને 1.14 કરોડને પાર

દેશમાં ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસ વધીને અઢી લાખને પાર થઈ ચુક્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,958 એક્ટિવ કેસ વધ્યા છે. તેનાથી એક્ટિવ કેસનો દર વધીને 2.20% થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,741 લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. તેનાથી રિકવરી રેટ વધીને 96.41% થયો છે. ભારતમાં કોરોના મૃત્યું દર હાલ 1.39% થયો છે.

રિકવરી રેટ વધીને 96.41% થયો છે. ભારતમાં કોરોના મૃત્યું દર હાલ 1.39% થયો

કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર અનેક રાજ્યોમાં સખ્તી લાગૂ કરવામાં આવી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવા જેવા સખ્ત પગલાં ભરવાં પડ્યાં છે. ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33