Last Updated on March 25, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસ રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં 582 અને અમદાવાદમાં 514 કેસ નોંધાયા છે. 1277 નવાં દર્દીઓની સામે માત્ર 1277 દર્દીઓ જ ડિસ્ચાર્જ પામ્યા છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને પરિસિૃથતિ વધુ ગંભીર બની છે.
એક્ટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો
આજે સુરતમાં 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165, રાજકોટમાં 164, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 38, જામનગરમાં 35, ખેડામાં 19, પાટણમાં 19, મહેસાણામાં 17, નર્મદામાં 17, દાહોદમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15, અમરેલીમાં 14, ભરૂચમાં 13, મોરબીમાં 12, મહીસાગરમાં 11 અને આણંદમાં 10 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 9 કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં આઠ કોરોના દર્દીઓના મોત થયા છે અને આટલો ઉંચો મૃત્યુઆંક 90 દિવસ બાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. આજના મૃત્યુ બાદ રાજ્યનો કુલ મૃત્યુઆંક 4466 થયો છે.
બીજી તરફ આજે 1790 નવાં કેસો સામે 1277 દર્દીઓ જ ડિસ્ચાર્જ પામ્યા છે, જેના કારણે એક્ટિવ કેસોનો આંક વધીને 8823 થયો છે. જે પૈકી 79 દર્દીઓ વેન્ટિલેટર પર અને 8744 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,78,880 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે વધુ ધન્વંતરી રથ કાર્યરત કર્યા છે. અગાઉ 775 રથ કાર્યરત હતા, જેની સંખ્યા વધારીને 985 કરવામાં આવી છે.
ઓક્સિજનનો વપરાશ ઘટયો હોવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં : સરકાર
રાજ્ય સરકારનો દાવો છે કે નવેમ્બર માસમાં કોરોનાની લહેર સમયે વપરાયેલા ઓક્સિજન કરતા ઓછાં ઓક્સિજનની જરૂર અત્યારે પડી રહી છે, તેથી પરિસિૃથતિ નિયંત્રણમાં છે. સરકારના કહેવા પ્રમાણે અત્યારે કેસો ભલે વધ્યા હોય પરંતુ તે સામાન્ય લક્ષણો ધરાવે છે. ગત નવમ્બરમાં જ્યારે સંખ્યાબંધ કેસો નોંધાઇ રહ્યા હતા ત્યારે 241 ક્યુબીક મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડતી હતી અને અત્યારે 91 ક્યુબીક મેટ્રિક ટન ઓક્સિજનનો જ વપરાશ થઇ રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31