GSTV
Gujarat Government Advertisement

કોરોનાની સુનામી લહેરમાં તણાયું ગુજરાત, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2815 કેસો, દિવસેને દિવસે બની રહી છે ભયાવહ સ્થિતિ

કોરોના

Last Updated on April 4, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. 

હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ

રાજ્યમાં ૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૪ હજારને પાર થયો છે. હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ  ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.

કોરોના

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૬૮૭ નવા કેસ સામે આવ્યા

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૬૮૭ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૨૬ અને ગ્રામ્યમાંથી ૧૬૧ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૭,૧૩૬ જ્યારે એક્ટિવ કેસ ૩,૮૨૨ છે. અમદાવાદ શહેરમાંથી ૬૪૬-ગ્રામ્યમાંથી ૧૩ સાથે ૬૫૯ નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કુલ કેસ ૭૪,૫૩૪ છે  જ્યારે ૨,૨૧૬ એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં ૩૦૩-ગ્રામ્યમાં ૮૧ સાથે ૩૮૪ અને રાજકોટ શહેરમાં ૨૩૬-ગ્રામ્યમાં ૪૧ સાથે ૨૭૭ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક વડોદરામાં ૩૫,૫૫૩ અને રાજકોટમાં ૨૭,૪૦૬ છે.

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૮ સાથે ગાંધીનગર, ૬૭ સાથે જામનગર, ૬૨ સાથે ભાવનગર,૫૪ સાથે મહેસાણા, ૫૧ સાથે પાટણ, ૩૯ સાથે મહીસાગર, ૩૬ સાથે ભરૃચ-ખેડા-નર્મદા-પંચમહાલ, ૩૨ સાથે દાહોદ, ૨૯ સાથે આણંદ, ૨૬ સાથે કચ્છ-મોરબી, ૨૪ સાથે સાબરકાંઠા, ૨૨ સાથે સુરેન્દ્રનગર, ૨૧ સાથે વલસાડ, ૨૦ સાથે અમરેલીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કોરોનાથી અત્યારસુધી સૌથી વધુ અમદાવાદમાં ૨,૩૬૬-સુરતમાં ૧,૦૨૭, વડોદરામાં ૨૫૧, રાજકોટમાં ૨૧૦, ગાંધીનગરમાં ૧૦૯ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૧૪, સુરતમાંથી ૬૬૧, વડોદરામાંથી ૨૧૮, રાજકોટમાંથી ૧૬૯ એમ રાજ્યભરમાંથી ૨,૦૬૩ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૯૬,૭૧૩ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૪.૦૩% છે. ગુજરાતમાં શુક્રવારે વધુ ૧,૦૭,૨૦૬ ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક ૧.૩૭ કરોડ થયો છે. રાજ્યમાં કુલ ૧,૨૭,૮૭૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33