Last Updated on March 11, 2021 by
રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે, તેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા કરે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની ઘણાં સમયથી ખાલી પડેલી જગ્યાઓ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે અને આ અંગે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટ તરફથી આ નિર્દેશો કરવામાં આવ્યા છે.
કોરોનાની પરિસ્થિતિ અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટ તરફથી આ નિર્દેશો કરવામાં આવ્યા
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ માંડ થાળે પડી હતી ત્યારે સ્થાનિક ચૂંટણીઓ દરમિયાનના બેદરકારીભર્યા વલણના કારણે સમગ્ર ચિત્ર બગડયું છે. રાજ્ય સરકારની રજૂઆત છે કે કોરોનાને કળવો મુશ્કેલ છે. અત્યારની પરિસ્થિતિના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી પણ શક્યતા છે. તેથી સરકાર ખરાબ પરિસ્થિતિની કલ્પના કરી તૈયાર રહે અને પૂરતી કોવિડ હોસ્પિટલ અને બેડ તૈયાર રાખે. આ ઉપરાંત મોટાં શહેરોમમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે અને માસ્કના નિયમનું અતિ કડકાઇથી પાલન કરાવવામાં આવે.’
મોટાં શહેરોમમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે
હાઇકોર્ટે નોંધ્યું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિષ્આત કાર્ડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની તીવ્ર અછત છે. અને તેમ ની જગ્યાઓ ઘણાં સમયથી ખાલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના વલણથી કંટાળી સરકારી હોસ્પિટલોના ઘણાં નિષ્ણાત તબીબો વી.આર.એસ. લઇ જલદી નિવૃત્ત થવાની તૈયારી કરી રહ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અમે આ સમગ્ર મુદ્દાઓમાં નિષ્ણાત તબીબોની અછતના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ, કારણ કે સરકારી હોસ્પિટલોમાં રાજ્યના ગરીબ વર્ગના દર્દીઓ સારવાર લેતા હોય છે. તેમને જરૃર પડયે સારવાર અને દવાઓ મળે તે જરૃરી છે.
લગ્ન અને કાર્યક્રમો અંગેના નિયમો પર પણ સરકાર ધ્યાને રાખે
હાઇકોર્ટે નોંધ્યું છે કે લગ્નો અને જાહેર કાર્યક્રમો અંગે રાજ્ય સરકારના નિયમો અને પ્રોટોકોલ અંગે અમારી પાસે વધુ માહિતી નથી. પ્રસંગોમાં આમંત્રિતોની સંખ્યા અંગે અગાઉ લાદવામાં આવેલા નિયમો ચાલુ રાખવા જોઇએ કે નહીં તે બાબતને અગત્યનું પાસું ગણી સરકારે વિચારણા કરવી જોઇએ.
12મી જાન્યુઆરી બાદ પ્રથમવાર કેસોએ 600નો આંક વટાવ્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના વકર્યો છે. રાજ્યમાં ૧૨ જાન્યુઆરી બાદ આજે પહેલીવાર કોરોનાના ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કુલ ૬૭૫ નવાં કેસ નોંધાયા છે અને છેલ્લાં ૨૪ કલાકમાં એકપણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી. ૬૭૫ નવાં કેસો સામે ૪૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કે રાજ્યમાં હવે ડિસ્ચાર્દનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.
રાજ્યમાં આજે સૌથી વધુ સુરતમાં ૧૭૯ કેસ, અમદાવાદમાં ૧૪૭, વડોદરામાં ૧૦૭, રાજકોટમાં ૭૯, ભાવનગરમાં ૧૯, ગાંધીનગરમાં ૧૫, ભરૃચમાં ૧૫, ખેડામાં ૧૫, આણંદમાં ૧૩ અને કચ્છમાં ૧૨ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૧૦ કે તેથી ઓછાં કેસો નોંધાયા છે. આજે ગુજરાતમાં એકપણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું નથી અને અત્યાર સુધીનો મૃત્યુઆંક ૪૪૧૮ છે. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં ૩૫૨૯ કેસ એક્ટિવ છે. જે પૈકી ૪૭ દર્દી વેન્ટિલેટર પર ૩૪૮૨ દર્દી સ્ટેબલ છે. આજે બોટાદ, ડાંગ, પોરબંદર અને વલસાડમાં આજે કોરોનાને એક પણ કેસ નોંધાયો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31