Last Updated on March 22, 2021 by
ગુજરાતમાં કોંરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંમાં સાથ સહકાર આપવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી છે. ગુજરાતની જનતાને પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ખાતરી આપી હતીકે, કોઇ અફવામાં દોરવાશો નહીં, ગુજરાતમાં લોકડાઉન નહી થાય.
ગુજરાતમાં લોકડાઉન નહી થાય.
લોકોએ ગભરાવવાની જરૂર નથી. પ્રજાને મુશ્કેલી ન થાય તે જ સરકારની પ્રાથમિકતા છે. ફેસબુક સહિત સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને એવો વિશ્વાસ આપ્યો કે, કોરોનાને લીધે લોકોને ધંધા રોજગાર બંધ થશે નહીં. કોરોનાના સંક્રમણને જોતાં રાજ્ય સરકારે નિયંત્રણ લાદ્યાં છે જે લોકોના વ્યાપક હિતમાં છે. કોરોના કેસોમાં ઘટાડો થાય અને સંક્રમિત લોકો જલદી સાજા થઇને ઘેર પરત ફરે તે જ પ્રયાસો કરવામાં આર્વી રહ્યાં છે. આકરાં પગલાં જીવનમાં થોડીક અગવડતા ઉભી કરશે પણ આ કરવું જરૂરી છે. ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો છે.
ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો
ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો
ગુજરાતમાં કોરોનાના ટેસ્ટીંગનું પ્રમાણ વધારી દેવાયુ છે.હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં બેડ છે,દવાઓ પુરતા પ્રમાણમાં છે. મુખ્યમંત્રી એ વાતનો ય ખુલાસોકર્યો કે, સરકારને માસ્કનો દંડ લેવામાં રસ નથી. હાઇકોર્ટના આદેશના પગલે માસ્ક ન પહેરી બેદરકારી દાખવનારાં પાસેથી રૂા.1 હજાર દંડ લેવાઇ રહ્યો છે. રૂપાણીએ એવી અપીલ કરી કે, માસ્કનો દંડ જ આપવો પડે તેવી જાગૃતિ સાથેની સ્થિતી આપણે સૌ ઉભી કરીએ.બધા નિયમોનું પાલન કરીએ તો જ કોરોના હારશે અને ગુજરાત જીતશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31