Last Updated on April 6, 2021 by
ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૩,૧૬૦ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૭, અમદાવાદમાંથી ૬, ભાવનગર-વડોદરામાંથી ૧-૧ એમ ૧૫ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૯ ઓક્ટોબર એટલે કે ૧૭૮ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૬ હજારને પાર થયો છે. હાલમાં ૧૬,૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૧,૫૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૮૧ છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ ૧૩,૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૬ના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસની સ્થિતિ
તારીખ | એક્ટિવ કેસ | રીક્વરી રેટ |
૨૭ માર્ચ | 10,876 | 94.86% |
૨૮ માર્ચ | 11,528 | 94.68% |
૨૯ માર્ચ | 12,041 | 94.54% |
૩૦ માર્ચ | 12,263 | 94.51% |
૩૧ માર્ચ | 12,610 | 94.43% |
૧ એપ્રિલ | 12,996 | 94.35% |
૨ એપ્રિલ | 13,559 | 94.21% |
૩ એપ્રિલ | 14,298 | 94.03% |
૪ એપ્રિલ | 15,135 | 93.81% |
૫ એપ્રિલ | 16,252 | 93.52% |
ગુજરાતમાં રવિવારની સરખામણીએ સોમવારે કોરોનાના કેસમાં ૨૮૫નો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે ૧૩૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૬૦૩-ગ્રામ્યમાંથી ૧૮૫ સાથે સૌથી વધુ ૭૮૮ જ્યારે અમદાવાદ શહેરમાં ૭૭૩-ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના ૨૫,૨૭૮ કેસ-૧૦૭ના મૃત્યુ
તારીખ | કેસ | મૃત્યુ |
૫ એપ્રિલ | 3160 | 15 |
૪ એપ્રિલ | 2875 | 4 |
૩ એપ્રિલ | 2815 | 13 |
૨ એપ્રિલ | 2640 | 13 |
૧ એપ્રિલ | 2410 | 11 |
૩૧ માર્ચ | 2360 | 9 |
૩૦ માર્ચ | 2220 | 9 |
૨૯ માર્ચ | 2252 | 10 |
૨૮ માર્ચ | 2270 | 8 |
૨૭ માર્ચ | 2276 | 5 |
કુલ | 25278 | 107 |
કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૭૫,૯૯૪ અને સુરતમાં ૬૮,૪૬૮ છે. વડોદરા અને રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૧૬-ગ્રામ્યમાં ૧૧૪ સાથે ૩૩૦, રાજકોટ શહેરમાં ૨૮૩-ગ્રામ્યમાં ૨૮ સાથે ૩૧૧ કેસનો સમાવેશ થાય છે. આમ, ચાર મહાનગરમાં જ ૨,૨૧૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૧૨૪ સાથે જામનગર, ૮૮ સાથે મહેસાણા, ૭૯ સાથે ભાવનગર, ૬૬ સાથે ગાંધીનગર, ૬૫ સાથે પાટણ, ૩૯ સાથે પંચમહાલ-મહીસાગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | ૫ એપ્રિલ | એક્ટિવ કેસ |
સુરત | 788 | 3965 |
અમદાવાદ | 787 | 2586 |
વડોદરા | 330 | 2488 |
રાજકોટ | 311 | 1683 |
જામનગર | 124 | 447 |
મહેસાણા | 88 | 400 |
ભાવનગર | 79 | 585 |
ગાંધીનગર | 66 | 472 |
પાટણ | 65 | 322 |
પંચમહાલ | 39 | 178 |
મહીસાગર | 39 | 300 |
મોરબી | 33 | 249 |
ભરૃચ | 32 | 238 |
જુનાગઢ | 32 | 127 |
ખેડા | 32 | 143 |
અત્યારસુધી અમદાવાદમાંથી સૌથી વધુ ૨,૩૭૬-સુરતમાંથી ૧,૦૪૨-વડોદરામાંથી ૨૫૩, રાજકોટમાંથી ૨૧૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧% છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨,૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૦૦,૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨% છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦%, જૂનાગઢમાં ૯૭.૩૦%, બનાસકાંઠામાં ૯૭%, ગીર સોમનાથમાં ૯૬.૯૦%નો રીક્વરી રેટ છે. ૮૧.૯% સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31