GSTV
Gujarat Government Advertisement

સાવચેતી રાખજો: કાળમુખો વાયરસ તોડી રહ્યો છે તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નવા 2410 કેસ આવ્યા: ગુજરાત પર જોખમ વધ્યું

Last Updated on April 2, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે અને  નવાં 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવાં 2410 કેસની સામે આજે 2015 દર્દીઓ જ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં  એક્ટિવ કેસોની સંખ્યા 12,996 પર પહોંચી છે.

કોરોના

રાજ્યમાં  એક્ટિવ કેસોની સંખ્યા 12,996 પર પહોંચી

આજે અમદાવાદમાં 626, સુરતમાં 615, વડોદરામાં 363, રાજકોટમાં 223, જામનગરમાં 56, ગાંધીનગરમાં 52, ભાવનગરમાં 44, મહેસાણામાં 31, મહીસાગરમાં 29, ભરૂચમાં 28, પાટણમાં 27, ખેડામાં 26, મોરબીમાં 26, સાબરકાંઠામાં 26, પંચમાહાલમાં 25, અમરેલીમાં 24, કચ્છમાં 24, નર્મદામાં 22 અને દાહોદમાં 21 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 20થી ઓછાં કેસ નોંધાયા છે. 

A lab technician inspects filled vials of investigational coronavirus disease (COVID-19) treatment drug remdesivir at a Gilead Sciences facility in La Verne, California, U.S. March 11, 2020. Picture taken March 11, 2020. Gilead Sciences Inc/Handout via REUTERS. NO RESALES. NO ARCHIVES. THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY.

આ સિવાયના તમામ જિલ્લાઓમાં 20થી ઓછાં કેસ નોંધાયા

છેલ્લાં 24 કલાકમાં સુરતમાં ચાર, અમદાવાદમાં ત્રણ, વડોદરામાં એક અને ભાવનગરમાં એક એમ કુલ નવ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 4528 થયો છે. આજે 2015 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીનો કુલ ડિસ્ચાર્જનો આંક 2,92,584 થયો છે. ગુજરાતમાં અત્યારે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,996 છે, જે પૈકી 155 દર્દીઓ વેન્ટિલેટર પર અને 12,841 દર્દીઓ સ્ટેબલ છે.

RED ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33