GSTV
Gujarat Government Advertisement

વાયરસનો કહેર/ એક પછી એક મંત્રીઓ કોરોનાની ઝપેટમાં, વનમંત્રી ગણપત વસાવા થયા સંક્રમિત, હાલ સારવાર હેઠળ

Last Updated on April 5, 2021 by

વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. ગઇકાલે જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કોરોના થયો હતો. આ વાતને હજુ 24 કલાક થયાં નથી ત્યાં વન મંત્રી ગણપત વસાવા કોરોનાથી સંક્રંમિત થયા હતાં.  ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યાં છે ત્યારે વિધાનસભા બજેટ સત્રમાં જ ધારાસભ્ય પૂંજા વંશ, મોહન ઢોડિયા , નૌશાદ સોલંકી , મોહનસિંહ રાઠવા સહિતના કુલ મળીને 10થી વધુ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતાં. 

ગઇકાલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોનાની ચપેટમાં આવ્યા હતાં ત્યારે આજે વધુ એક મંત્રી ગણપત વસાવા પણ કોરોના સંક્રમિત થયા હતાં. ખુદ મંત્રી ગણપત વસાવાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

આ જ પ્રમાણે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીને પણ કોરોના થયો હતો . ભરતસિંહ ડાભીને અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મૂછડિયાને પણ કોરોના થતાં હોમ આઇસોલેટ થયા છે. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલને પણ કોરોના થયો હતો. આમ, ધારાસભ્યો-મંત્રી કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. વિધાનસભા બજેટ સત્રથી શરૂ થયેલો સિલસીલો આજેય જારી રહ્યો હતો. 

અમદાવાદના ડેપ્યુટી મેયર કોરોના પોઝિટિવ

અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ કોરોના પોઝિટિવ થતા તે હોમઆઈસોલેટ થયા છે.આ અંગે મળતી માહીતી મુજબ,ડેપ્યુટી મેયરને કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવતા ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા તે હોમઆઈસોલેટ થયા છે.આ અગાઉ ભાજપના બે કોર્પોરેટર પંકજ ભટ્ટ અને ચેતન પરમાર કોરોના સંક્રમિત થયા હતા.

શહેરમાં સામૂહિક રસીકરણ શરૂ કરવામાં આવ્યું

કોરોનાના સતત વધી રહેલા કેસની વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા રહિશો હવે કોરોના વિરોધી રસી લેવા માટે જાગૃત થયા છે.જેને લઈને  શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા પંચદેવ મહાદેવ ખાતે યોજાયેલા રસીકરણ કાર્યક્રમમાં આસપાસના રહિશો મળીને કુલ 300 લોકોને રસી આપવામાં આવી હતી.ઉપરાંત ગુરૂકુળ રોડ પરના નારાયણ એકઝોટિકા ખાતે સો જેટલા રહીશોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33