Last Updated on March 29, 2021 by
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે. બદલાયેલા સ્વરૂપના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. તબીબોનો મત છે કે, વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યું
વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થઈ રહ્યા છે
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 607 નવા કોરોનાના કેસ નોંધાયા છે.બે લોકોનાં મોત થયા છે.શહેરમાં બે દિવસમાં કોરોનાના કુલ 1208 કેસ નોંધાવા પામ્યા છે.
કોરોનાના કેસ વધવાની સાથે અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમમાં લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકટિવ કેસની સંખ્યા વધીને 1694 ઉપર પહોંચવા પામી છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાવા પામ્યા છે.
માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાવા પામ્યા
રવિવારે શહેરમાં કોરોનાના નવા 607 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાયા છે.શહેરમાં રવિવારે કોરોનાની સારવારમાંથી 581 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 62578 દર્દીઓ કોરોનાની સારવારમાંથી મુકત થયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31