GSTV
Gujarat Government Advertisement

ઘાતક કોરોનાને લઈ ને સૌથી મોટા સમાચાર, સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય

Last Updated on March 18, 2021 by

રાજ્યભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કોરોના કેસ વકરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત 1200 બેડની કોવિડ ડેઝિન્ટેડ હોસ્પિટલ શરૂ કરવાનો નિણય લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધપાત્ર છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલ સાથેના કોવિડના દર્દીઓ માટે સરકારી બેડના એમઓયુ પૂર્ણ થયા છે.

કોવિડના દર્દીઓ માટે સરકારી બેડના એમઓયુ પૂર્ણ થયા

જેના કારણે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધારો થઈ શકે છે..અને આથી આગામી દિવસોમાં અમદાવાદ સિવિલમાં 1200 બેડવાળી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે..

  • કોરોના ને લઈ ને મોટા સમાચાર
  • વધતા કોરોના કેસ ને લઈને સરકાર લઈ શકે છે નિર્ણય
  • આગામી 1 કે 2 દિવસ માં ફરી 1200 બેડ હોસ્પિટલ શરૂ કરે તેવી શકયતા
  • 1200 બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હટાવી મહિલા અને બાળકોની ઓપીડી શરૂ કરાઇ હતી
  • ખાનગી હોસ્પિટલ માં સરકારી બેડ ના MOU પુરા થઈ જતા સરકારી હોસ્પિટલ માં વધી શકે છે  દર્દીઓનો ઘસારો
  • જેના પગલે લેવાઈ શકે છે નિર્ણય

1200 બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હટાવી મહિલા અને બાળકોની ઓપીડી શરૂ કરાઇ

  • અગાઉ સિવિલ મેડિસિટી માં 1200 બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માં 50 હજારથી વધારે દર્દીઓ લઈ ચુક્યા છે સારવાર
  • શહેરમાં વધતા કોરોના કેસ ના પગલે લેવાઈ શકે છે નિર્ણય

ઉલ્લેખનિય છેકે થોડા સમયે પહેલા કોરોના કેસમાં ઘટાડો થતા 1200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ બંધ કરીને ત્યાં મહિલા અન બાળકોની ઓપીડી શરૂ કરવામાં આવી હતી. અગાઉ સિવિલ મેડિસિટી માં 1200 બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માં 50 હજારથી વધારે દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33