GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે: કોરોનાની આફત વધી, રાજ્યમાં માત્ર બે દિવસમાં જ ઘાતક વાયરસના 4 હજારથી વધુ કેસો નોંધાયા: શું સખ્ત પ્રતિબંધો લદાશે?

Last Updated on March 31, 2021 by

ગુજરાતમાં પણ જીવલેણ કોરોનાનો કેર યથાવત રહેતાં છેલ્લા બે દિવસમાં ૪,૪૭૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૮ના મૃત્યુ થયા છે. જેમાં ૨૯ માર્ચે ૨,૨૫૨ કેસ-૮ના મૃત્યુ જ્યારે ૩૦ માર્ચે ૨,૨૨૦ કેસ-૧૦ના મૃત્યુનો સમાવેશ થાય છે.  ગુજરાતમાં મંગળવારે ૨૯ માર્ચે ૧૦ના મૃત્યુ થયા હતા, જે ૧૬ ડિસેમ્બર બાદનો સૌથી વધુ મરણાંક છે.  આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૫,૩૩૮ થયો છે જ્યારે કુલ મરણાંક ૪,૫૧૦ છે. રાજ્યમાં હાલ ૧૨,૨૬૩ એક્ટિવ કેસ છે જ્યારે ૧૪૭ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ૧૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૨ હજારને પાર થયો છે.

ગુજરાતમાં મંગળવારે ૨૯ માર્ચે ૧૦ના મૃત્યુ થયા

ગુજરાતમાં ૧૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૨ હજારને પાર

સોમવારે અમદાવાદ-રાજકોટમાંથી ૩, પંચમહાલ-વડોદરામાંથી ૧-૧ના જ્યારે મંગળવારે અમદાવાદમાંથી ૫, સુરતમાંથી ૪ જ્યારે વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૫૬૩-ગ્રામ્યમાંથી ૮૧ સાથે ૬૪૪, અમદાવાદ શહેરમાંથી ૬૦૬-ગ્રામ્યમાંથી ૭ સાથે ૬૧૩, વડોદરા શહેરમાંથી ૨૦૯-ગ્રામ્યમાંથી ૪૮ સાથે ૨૫૭, રાજકોટ શહેરમાં ૧૬૪-ગ્રામ્યમાં ૪૩ સાથે ૨૦૭ નવા કેસ સામે આવ્યા હતા.  કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૭૨ હજાર, સુરતમાં ૬૪,૪૪૬-વડોદરામાં ૩૪,૦૭૦ અને રાજકોટમાં ૨૬,૬૯૧ છે.

કોરોના

રાજ્યમાંથી છેલ્લા ૨૪ કલાકમાં જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૧ સાથે ગાંધીનગર, ૪૮ સાથે ભાવનગર, ૪૬ સાથે જામનગર, ૩૭ સાથે નર્મદા, ૨૬ સાથે મહેસાણા, ૨૪ સાથે ખેડા, ૨૫ સાથે મહીસાગર, ૨૩ સાથે પાટણ, ૨૨ સાથે દાહોદ, ૨૧ સાથે મોરબીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૭૨ હજાર, સુરતમાં ૬૪,૪૪૬-વડોદરામાં ૩૪,૦૭૦ અને રાજકોટમાં ૨૬,૬૯૧

રાજ્યમાં હાલ સુરતમાં સૌથી વધુ ૩,૮૩૯-અમદાવાદમાં ૨,૦૯૭-વડોદરામાં ૧,૫૪૮ જ્યારે રાજકોટમાં ૧,૦૮૩ એક્ટિવ કેસ છે. કોરોનાથી અમદાવાદમાં સૌથી વધુ ૨,૩૫૩-સુરતમાં ૧,૦૧૨-વડોદરામાં ૨૪૭ અને રાજકોટમાં ૨૦૭ના મૃત્યુ થયા છે.કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યમાં ગુજરાત સમગ્ર દેશમાં હાલ સાતમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૭૦૨, અમદાવાદમાંથી ૫૮૬, વડોદરામાંથી ૧૭૫, રાજકોટમાંથી ૧૪૮ સાથે કુલ ૧૯૮૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૨,૮૮,૫૬૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૪.૫૧% છે. ૧૦ દિવસમાં ગુજરાતના રીક્વરી રેટમાં ૧.૩૯%નો ઘટાડો થયો છે. ગુજરાતમાં હાલ ૧,૧૧,૩૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. સોમવારે ૭૦,૮૩૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૩૩ કરોડ થયો છે.

કોરોના

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસ ૬૧૨થી ૬૧૫ વચ્ચે સ્થિર!

અમદાવાદ જિલ્લામાં ૨૬ માર્ચે ૬૧૩, ૨૭ માર્ચે ૬૧૨, ૨૮ માર્ચે ૬૧૫, ૨૯ માર્ચે ૬૧૨ જ્યારે ૩૦ માર્ચે ૬૧૩ કેસ નોંધાયા હતા. આમ,અમદાવાદમાં કોરોનાના કેસની ૬૧૨થી ૬૧૫ વચ્ચેની ‘સાતત્યતા’ જાળવી રાખવામાં આવી છે. જોકે, અમદાવાદમાં કોરોનાના કેસનો વાસ્તવિક આંક ખૂબ જ વધુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. 

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33