Last Updated on April 2, 2021 by
અમદાવાદ સહિત રાજયભરમાં કોરોના વિરોધી રસી લેવા માટેનું અભિયાન હાલ ચાલી રહ્યું છે.આ પરિસ્થિતિમાં કોરોના વિરોધી રસી લીધા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે ઓળખાતા કર્મચારીઓએ કોરોના વેકિસન લીધા બાદ છથી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
કોરોના પોઝિટિવ થયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું
બીજી તરફ ભઠ્ઠા વિસ્તારના રહિશે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવતા મ્યુનિ.તંત્રે તેમનો કોરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ હોવાનું કહ્યુ હતુ.જયારે આ નાગરિકે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે.આમ કોરોના વિરોધી આપવામાં આવતી રસી ઉપરાંત કોરોનાના કરવામાં આવી રહેલા ટેસ્ટ બંનેની વિશ્વસનિયતા સામે લોકોમાં સંદેહની સ્થિતિ પેદા કરી છે.
ટેસ્ટ બંનેની વિશ્વસનિયતા સામે લોકોમાં સંદેહની સ્થિતિ
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતમાં 16 જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા મ્યુનિ.ના મેડિકલ,પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત હેલ્થ વર્કર અને તબીબો સહિતનાઓને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરી હતી.
મેડિકલ,પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત હેલ્થ વર્કર અને તબીબો સહિતનાઓને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરી
દરમ્યાન હાલની પરિસ્થિતિમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે.દરમ્યાન આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મ્યુનિ.તંત્ર તરફથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વિરોધી રસી આપવામાં આવ્યા બાદ મ્યુનિ.માં ફરજ બજાવતા હેલ્થ વિભાગના અધિકારી સહિત છ થી પણ વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.
કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ
આ પૈકી કેટલાક તો એવા પણ કર્મચારીઓ છે જેમણે કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયા છે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીની મળેલી પ્રતિક્રીયા મુજબ,છથી વધુ તો નહીં પરંતુ છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાની વિગતો મારી પાસે છે.
છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાની વિગતો મારી પાસે
બીજી તરફ શહેરના પાલડી-ભઠ્ઠા વિસ્તારના એક રહિશે તેમના વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.ટેસ્ટના રીપોર્ટ અંગે તેમને સમયસર મ્યુનિ.તંત્ર દ્વારા જાણ કરવામાં ના આવતા આ નાગરિકે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દરમ્યાન મ્યુનિ.તંત્ર તરફથી તેમને એવી જાણ કરવામાં આવી હતી કે,તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આગળના દિવસે આવેલા રીપોર્ટની મ્યુનિ.તંત્રે બીજા દિવસે આ નાગરિકને જાણ કરી હતી.દરમ્યાન આ નાગરિકે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31