Last Updated on March 11, 2021 by
કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે..એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન રસીની અછત સર્જાઇ છે..અછતના પગલે વેક્સિનેશન અને રજિસ્ટ્રેશન બંધ કરાયું છે…ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું હતુ કે સરકારે વેક્સિનનો 20 થી 25 ટકા ઓછો જથ્થો આપ્યો હોવાના કારણે અછત સર્જાઈ છે…ગઈકાલે મમતા દિવસ અને આજે શિવરાત્રીના કારણે વેક્સિનનો જથ્થો આપ્યો નથી..ડોક્ટરે ઉમેર્યુ હતુ કે દરરોજ 4 લાખ લોકોને વેક્સિનેશન થાય તો સ્થિતિ કાબુમાં રહેશે.
શિવરાત્રીના કારણે વેક્સિનનો જથ્થો આપ્યો નથી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના વકર્યો છે. રાજ્યમાં ૧૨ જાન્યુઆરી બાદ આજે પહેલીવાર કોરોનાના ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કુલ ૬૭૫ નવાં કેસ નોંધાયા છે અને છેલ્લાં ૨૪ કલાકમાં એકપણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી. ૬૭૫ નવાં કેસો સામે ૪૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કે રાજ્યમાં હવે ડિસ્ચાર્દનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.
દરરોજ 4 લાખ લોકોને વેક્સિનેશન થાય તો સ્થિતિ કાબુમાં રહેશે.
અમદાવાદ શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 59908 કેસ નોંધાયા છે.કુલ 57216 લોકો કોરોનાથી મુકત થયા છે.શહેરમાં કોરોના સંક્રમિત થવાથી અત્યારસુધીમાં કુલ 2264 લોકોના મરણ થવા પામ્યા છે.માર્ચ મહિનાની શરૂઆતથી દસ દિવસની અંદર શહેરમાં સૌથી વધુ બુધવારે કોરોનાના કેસ નોંધાતા ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31