Last Updated on February 25, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે,. જેમાં વાશીમ જિલ્લામાં બુધવારે નવા વધુ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં ખાસ વાત એ છે કે આ નવા દર્દીઓમાં પહેલાં 190 છાત્રોનો રિપોર્ટ આવ્યો હતો હવે આ આંક વધીને 229 વિદ્યાર્થીઓએ પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે વાશિમ જીલ્લાના રિસોડ તહસીલના દેવાંગ સ્થિતત એક સ્કૂલના હોસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો બીજો ફેઝ ધીરે-ધીરે પ્રચંડ થઈ રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 8,807 નવા દર્દીઓ છે. અહીં 18 ઓક્ટોબર બાદ સૌથી વધુ આંકડા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 80 દર્દીના મોત થયા છે. જે ગત 56 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 30 ડિસેમ્બરના રોજ 90 સંક્રમિતોના મોત થયા હતા.
જણાવાઈ રહ્યુ છે કે, રિસોડ તહસીલના ગ્રામ દેવાંગ સ્થિત રહેવાસી આશ્રમ શાળામાં છાત્રો શિક્ષા ઉપરાંત અહિં પર સ્થિત હૉસ્ટેલમાં રહે છે. બુધવારે આ હોસ્ટેલના 229 છાત્રોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્ટેલમાં રહેલા તમામ છાત્રો અમરાવતી જિલ્લાના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવેલા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરી વધ્યો છે. બુધવારે ફરીવાર કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8807 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ 80 લોકોના મોત થયાં છે. આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં 6218 કેસ નોંધાયા હતા અને 51ના મોત થયાં હતા.
ધારાવીમાં નવા 10 પોઝિટિવ કેસ
મુંબઈની ધારાવીમાં બુધવારે બે ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. બુધવારે ધારાવીમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ધારાવીમાં કુલ કેસોની સંખ્યા 4041 થઈ છે જેમાંથી 33 એક્ટિવ કેસ છે. જાણવા મળ્યા મુજબ દેગાંવ ખાતેની આશ્રમશાળામાં ભણતા વિદ્યાર્થીઓ ત્યાંની હોસ્ટેલમાં જ રહે છે અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતી ખાતેથી જ થઈ છે.
કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતી ખાતેથી જ થઈ
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે પ્રચંડ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 8,807 કેસ નોંધાયા છે જે 18 ઑક્ટોબર બાદનો સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 દર્દીઓના મોત થયા છે જે છેલ્લા 56 દિવસમાં સૌથી ઉંચો આંકડો છે. અગાઉ 30 ડિસેમ્બરના રોજ 90 સંક્રમિતોએ દમ તોડ્યો હતો. મહારાષ્ટ્રમાં વિદર્ભના શહેરો અને મુંબઈમાં ખૂબ જ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે. મુંબઈમાં 119 દિવસ બાદ કોરોનાના કેસનો આંકડો 1,000ને પાર ગયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31