GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબૂ: રાયપુર-છીંદવાડામાં લાગ્યુ સંપૂર્ણ લોકડાઉન, સમગ્ર પંજાબમાં લગાવી લીધૂ નાઈટ કર્ફ્યૂ, નેતાઓને પણ નહીં છૂટ

Last Updated on April 8, 2021 by

કોરોનાની સ્થિતી વકરતા મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં 5 દિવસ જ કામ ચાલશે. જ્યાં સોમથી શુક્ર સુધી કર્માચારીઓ કામ કરશે, બાકીના દિવસે ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં છીંદવાડામાં 8 એપ્રિલથી રાતના 8 વાગ્યા 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. શાઝાપુરમા પણ આજ રાતથી 8 વાગ્યાથી આગામી 2 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ ઉપરાંત રાજ્ય પ્રદેશના તમામ શહેરી વિસ્તારોમાં 8 એપ્રિલથી નાઈટ કર્ફ્યૂ રહેશે. તમામ જિલ્લાના શહેરોમાં દરેક રવિવારે લોકડાઉન રહેશે.

મધ્ય પ્રદેશમાં લોકડાઉન

મધ્ય પ્રદેશના શિવપુરીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશમાં 24 કલાકમાં રેકોર્ડ 4043 નવા કેસ આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત પણ થયા છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં હાલત બેકાબૂ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસીસમાં 7 ટકાનો વધારો થયો છે. મધ્ય પ્રદેશ સરકારે છત્તીસગઢમાં આવતી જતી બસો પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

રાયપુરમાં 19 તારીખ સુધી લોકડાઉન

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમા 9921 નવા કેસ આવ્યા છે. રાજધાની રાયપુરમાં 9થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધુ છે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા જ ચાલુ રહેશે.

પંજાબમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ

પંજાબ સરકાર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ હતું કે, રાજ્યમાં રાજકીય રેલીઓ પર પણ રોક લાગશે. જેનુ ઉલ્લંઘન કરનારા નેતાઓએ પર પણ મહામારી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં પંજાબમાં 12 શહેરોાં નાઈટ કર્ફ્યૂ હતો, જેને વધારીને સમગ્ર રાજ્યમાં લાગૂ કર્યુ છે.

લખનઉમાં પણ નાઈટ કર્ફ્યૂ

લખનઉ નગર નિગમ વિસ્તારમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. રાતના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગશે. આ નાઈટ કર્ફ્યૂ 8 એપ્રિલથી રાતના 9 વાગ્યા સુધી 16 એપ્રિલથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે દિવસના સમયે સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કોવિડ પ્રોટોકોલથી કામ ચાલતુ રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33