Last Updated on March 21, 2021 by
રાજ્યમાં ફરી એક વખત જીવલેણ કોરોના વાયરસની પરિસ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ વચ્ચે કોરોનાના રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમને બિમારી થઈ નહોતી તેવા વ્યક્તિને સારવાર અપાયાનું દર્શાવીને લાખો રૂપિયાના મેડીક્લેઈમ પાસ કરાવવાનું કૌભાંડ પકડાયું છે.
રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડનો પર્દાફાશ
શેલ્બી હોસ્પિટલમાં બે યુવકોના આવા વિમા મુકવામાં આવ્યાનો ઘટસ્ફોટ મેડીક્લેઈમ કંપનીની ઊંડી તપાસમાં થતાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. શેલ્બી હોસ્પિટલમાં સારવાર નહોતી લીધી છતાં એક કર્મચારીએ મેડીક્લેઈમ કંપનીના કર્મચારી સાથે મેળાપિપણું રચીને બે ખોટા રિફંડ મુક્યા અંગે વધુ પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત
મેમનગરમાં રહેતા હિતાર્થભાઈ નિકુંજભાઈ ઢેબર શેલ્બી હોસ્પિટલમાં લિગલ ડિપાર્ટમેન્ટના સિનિયર મેનેજર છે. હોસ્પિટલના જ બે કર્મચારી સહિત ચાર લોકો સામે કોરોનાના ખોટા મેડીક્લેઈમ અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે મિહીર નિતેષકુમાર અગ્રવાલ, ભાવિક હરેશકુમાર નિમાવત, યતીન એન. મણિયાર અને અતુલ ઓ. કનેરિયા સામે આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં ઝણાવાયું છે કે, તા. 9 માર્ચ 2021ના રોજ બોપલથી ક્રિષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે મેડ સેવ નામની કંપનીમાંથી ઈ-મેઈલ આવ્યો હતો. મેડીક્લેઈમ મુકનાર યતીન એન. મણિયારની કોવિડના મેડીક્લેઈમની વધુ માહિતી મગાવવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલની ઓડિટ ટીમે તપાસ કરી હતી. હોસ્પિટલમાં આવો કોઈ વ્યક્તિ દાખલ થયો નહીં હોવાનું જણાયું હતું. ખાનગી રીતે તપાસ કરવામાં આવતાં યતીન મણિયાર આ જ હોસ્પિટલમાં કામ કરતા મિહીર અગ્રવાલના મિત્ર હોવાનું જણાયું હતું.
યતીન મણિયાર આ જ હોસ્પિટલમાં કામ કરતા મિહીર અગ્રવાલના મિત્ર હોવાનું જણા
મિહિરની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, મેડીક્લેઈમ વિભાગના આસિ. મેનેજર ભાવિક હરેશકુમાર નિમાવતની મદદથી મેડીક્લેઈમની ખોટી ફાઈલ બનાવી હતી. ભાવિકની પૂછપરછ કરતાં તેણે તેના મિત્ર અતુલ કનેરિયાની પણ આ પ્રકારે મેડીક્લેઈમની ખોટી ફાઈલ બનાવી હોવાનું જણાવ્યું હતું.
આમ યતીન મણિયાર નામના દર્દીની રૂપિયા 3.30 લાખની કોરોના ટ્રીટમેન્ટની ખોટી મેડીક્લેઈમ ફાઈલ બનાવાયાનો ઘટસ્ફોટ થતાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. હોસ્પિટલના એક કર્મચારી, એક મેડીક્લેઈમ કર્મચારી અને બે બનાવટી કોરોના પેશન્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31