GSTV
Gujarat Government Advertisement

કોરોના ઈફેક્ટ: મહારાષ્ટ્રના પુણેમાં બાર-હોટલ રેસ્ટોરન્ટ સંપૂર્ણ બંધ, છત્તીસગઢના દુર્ગમાં સખ્ત લોકડાઉન લાગું

Last Updated on April 2, 2021 by

કોરોના વાયરસનું સંકટ વધુ એક વખત બેકાબૂ થઈ રહ્યું છે. સતત વધતા કેસો વચ્ચે હવે સખ્ત નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. શુક્રવારે છત્તીસગઢના દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સિવાય મહારાષ્ટ્રના પુણેમાં નાઈટ કર્ફયુ લગાવવામાં આવ્યું છે. અને જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યો છે.

કોરોના વાયરસનું સંકટ વધુ એક વખત બેકાબૂ

છ્ત્તીસગઢના દુર્ગ જિલ્લાના કલેક્ટર મુજબ જિલ્લામાં 6 એપ્રિલથી 14 સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. લોકડાઉન સમયે જે નિયમો લાગું કરવામાં આવ્યા હતા. તે નિયમોનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતા મામલાઓને જોઈને આ સખ્ત નિયમ લાગું કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના દુર્ગ પહેલા મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકડાઉન, નાઈટ કર્ફયુ લાગું કરવામાં આવી ગયું છે.

મધ્યપ્રદેશમાં અડધાથી વધારે જિલ્લામાં દર રવિવારે લોકડાઉન લગાવવામાં આવશે. બીજી તરફ કોરોના વાયરસના વધતા મામલાએ રાજ્ય સરકારોની ચિંતાને વધારી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા પર ધ્યાન આપવાનું કીધું છે.

દિલ્હી મુંબઈમાં બેકાબૂ રફતાર

હોળી પછી મહારાષ્ટ્રમાં તો કોરોના વાયરસ બેકાબૂ ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તો 43 હજાર કેસો સામે આવ્યા છે, મુંબઈમાંથી જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 8000થી વધુ મામલાઓ સામે આવ્યા છે, છેલ્લા 10 દિવસથી મુંબઈમાં દરરોજના 5 હજારથી કેસો સામે આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે વધતા કેસોને કારણે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33