GSTV
Gujarat Government Advertisement

કોરોના વધવાનો મોદી સરકારને કરાયો રિપોર્ટ : નીતિ આયોગે કહ્યું લોકો બની ગયા બેદરકાર એટલે કેસો વધ્યા, શું તમે સહમત છો?

Last Updated on March 22, 2021 by

મોદી સરકારે દેશમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા માટે સામાન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. મોદી સરકારના દાવા પ્રમાણે, લગ્ન સહિતની સુપરસ્પ્રેડર ઘટનાઓના કારણે કોરોનાના કેસો વધ્યા છે. કોરોનાના કેસોની સંખ્યા ઓછી હતી ત્યારે લોકો બેદરકાર બની ગયા હતા તેથી કોરોનાના કેસો ધડાધડ વધ્યા એવો દાવો પણ કરાયો છે. મોદી સરકારે નીતિ આયોગને કોરોનાના વધેલા કેસોના કારણ સહિતનો રીપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

મોદી સરકારે નીતિ આયોગને કોરોનાના વધેલા કેસોના કારણ સહિતનો રીપોર્ટ રજૂ કરવા કહ્યું

નીતિ આયોગે લોકોને દોષિત ઠેરવતો રીપોર્ટ આપ્યો તેના આધારે મોદી સરકારે આ દાવો કર્યો છે. નીતિ આયોગ સરકારના ઈશારે ચાલે છે તેથી સરકારને માફક આવે એવો રીપોર્ટ તેણે તૈયાર કરીને આપી દીધો છે. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલે તો લોકોને સલાહ પણ આપી છે કે, વધારે લોકો ભેગાં થતાં હોય તેવા લગ્ન કે બીજા સામાજિક સમારોહ લોકોએ ટાળવા જોઈએ.

કોરોના

નીતિ આયોગ સરકારના ઈશારે ચાલે છે

આ રીપોર્ટમાં આશ્ચર્યજનક રીતે રાજકીય કાર્યક્રમો કે ચૂંટણી પ્રચારનો ઉલ્લેખ નથી. સૌથી વધુ દોષિત રાજકારણીઓ સાવ નિર્દોષ હોય એવું ચિત્ર ઉભું કરી દેવાયું છે.

દેશમાં એક વર્ષ અગાઉ કોરોનાના કેસ વધતા ૨૨મી માર્ચે સૌપ્રથમ વખત લોકડાઉન લાગુ કરાયું હતું. બરાબર એક વર્ષ પછી ભારત ફરી એની એ સ્થિતિમાં આવી ગયું છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત ૧૧મા દિવસે કોરોનાના કેસ વધ્યા છે. રવિવારે કોરોનાના ૪૩૮૪૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૫,૯૯,૧૩૦ થઈ છે. કોરોનાના કેસમાં વધારાના પગલે એક્ટિવ કેસ પણ વધીને ૩,૦૯,૦૮૭ થયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૨.૬૬ ટકા જેટલા છે. દેશમાં છેલ્લે ૨૬મી નવેમ્બરે એક જ દિવસમાં કોરોનાના નવા ૪૪,૪૮૯ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૧,૩૦,૨૮૮ દર્દીઓ સાજા થઈ ગયા છે. જોકે, રીકવરી રેટ વધુ ઘટીને ૯૫.૯૬ ટકા થયો છે.

દેશમાં કોરોનાના નવા કેસમાંથી ૮૩ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. વધુમાં દેશમાં કોરોનાથી કુલ ૧,૫૯,૭૫૫ લોકોના મોત થયા છે, જેમાં ૮૬.૮ ટકા મોત માત્ર છ રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ ૫૩,૩૦૦ મોત મહારાષ્ટ્રમાં થયા છે. પંજાબમાં એક દિવસમાં વધુ ૩૮નાં મોત સાથે મૃત્યુઆંક ૬,૨૮૦ થયો છે. કેરળમાં કુલ મૃત્યુઆંક ૪,૪૮૨ છે. 

દેશમાં ફરીથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા ૩૦,૫૩૫ કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે માર્ચ પછી એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ ૨૪,૭૯,૬૮૨ થયો છે જ્યારે મૃત્યુઆંક ૫૩,૩૯૯ થયો છે. રવિવારે પંજાબમાં ૨,૫૭૮ અને કેરળમાં ૨,૦૭૮ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કર્ણાટકમાં કોરોનાના નવા ૧,૭૯૮, ગુજરાતમાં ૧૫૬૫ અને મધ્ય પ્રદેશમાં ૧૩૦૮ કેસ નોંધાયા છે. કોરોનાના કેસની સાથે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ હતો. દેશમાં રવિવારે કોરોનાથી ૧૯૭નાં મોત નીપજ્યાં હતાં, જેમાં મહારાષ્ટ્રમાં ૯૨, પંજાબમાં ૩૮, કેરળમાં ૧૫નો સમાવેશ થાય છે.

દેશમાં રવિવારે કોરોનાથી ૧૯૭નાં મોત નીપજ્યાં

દરમિયાન નવી દિલ્હીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાકોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને સારવાર માટે એઈમ્સના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. રાજસ્થાનમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. પરીણામે રાજ્ય સરકારે આઠ શહેરોમાં સોમવારથી નાઈટ કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે. વધુમાં રાજસ્થાનમાં પ્રવેશતા લોકો માટે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત કર્યું છે. રાજ્ય સરકારે સોમવારથી અજમેર, ભિલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સગવાડા (ડુંગરપુર) અને કુશાલગઢ (બાંસવાડા)માં રાતે ૧૧.૦૦થી સવારે ૫.૦૦ સુધી નાઈટ કરફ્યુ લાદી દીધો છે. રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજસ્થાનમાં શનિવારે કોરોનાના ૪૪૫ કેસ નોંધાયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33