Last Updated on March 21, 2021 by
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બેફામ રેલીઓ બાદ રાજ્યભરમાં કોરોના વકર્યો છે. તેવામાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગોંવિંદ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. તેઓઓ કહ્યુ છે કે મહેનત, કાળી મજૂરી કરનારાઓને કોરોના થતો નથી.. ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મજૂરી કરી હતી..જેથી એક પણ નેતા કે કાર્યકરો કોરોના સંક્રમિત થયા નથી. માસ્ક પહેરવાના બાબતે ગોંવિંદ પટેલને સવાલ કરવામાં આવ્યો હતો..તે સમયે તેઓએ આવું નિવેદન આપ્યું હતુ.
વાણી વિલાસ બાદ લોકોમાં ભારે રોષ
- પૂર્વમંત્રી ગોવિંદ પટેલનુ વિવાદીત નિવેદન
- માસ્ક બાબત પૂર્વમંત્રી ગોવિંદ પટેલને કરવામાં આવ્યો સવાલ,
- ચૂંટણી સમયે તમારા નેતાઓ અને કાર્યકર્તાઓ એ માસ્ક નહોતા પહેર્યા શું કહેશો,
- જવાબમાં ગોવિંદ પટેલે કહ્યું મહેનત કાળી મજૂરી કરનારાઓને નથી થતો કોરોના,
- ચૂંટણીમાં ભાજપ ના નેતાઓ અને કાર્યકર્તાઓ એ મજૂરી કરી હતી જેના કારણે એક પણ નેતા કે કાર્યકર્તા કોરોના સંક્રમિત નથી થઈ
ગોવિંદ પટેલના આવા વાણી વિલાસ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખુદ ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરોને કોરોના થયો હતો. ખુદ પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રીને કોરોના થયો હતો ત્યારે તેમના આ બફાટ બાદ અંતે ગોવિંદ પટેલને બ્રહ્મ જ્ઞાન થતા તેમણે નિવેદનના થોડા કલાકોમાં માફી માગી શબ્દો પાછા ખેંચુ છું તેવું નિવેદન આપ્યું હતું.
RED ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31