GSTV
Gujarat Government Advertisement

કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનું ભેદી મૌન,મીડિયા કર્મીઓને મહામારી સિવાય વાત કરવા જણાવ્યું: શું રાજ્યની હાલત છે અત્યંત ગંભીર?

Last Updated on March 25, 2021 by

અમદાવાદ સહિત રાજ્યમાં વધતા કોરાના કેસ પર રાજ્યના આરોગ્ય કમિશનર મૌન જોવા મળ્યા છે…આરોગ્ય કમિસનર જયપ્રકાશ શિવહરેએ મીડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ હતુ..જેને લઈને સવાલ થઈ રહય્ છે કે શું કમિશનર પાસે વિગતો નથી. શું આરોગ્ય કમિશનર હકીકત છૂપવવા માંગે છે..રાજ્યમાં કોરોનાની હાલત એટલી ગંભીર છે કે આરોગ્ય કમિનનરે મીડિયાથી દુર રહેવુ પડે..તેવો પણ સવાલ થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં વધતા કોરોના કેસ પર આરોગ્ય મિશનર મૌન કેમ તે સવાલ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો.

  • કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનુ મૌન
  • જયપ્રકાશ શિવહરે કોરોના બાબતે બોલવાનુ ટાળ્યુ
  • મિડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ
  • કોરોના બાબતે આરોગ્ય કમિશ્નરની ચુપ્પી
  • શુ કમિશ્નર પાસે વિગતો નથી..?
  • શુ કમિશ્નર હકિકત છુપાવવા માગે છે..?
  • કોરોનામા રાજ્યની હાલત એટલી ગંભીર છે કે કમિશ્નર મિડિયાથી દુર રહેવુ પડે..
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ વધી રહ્યા છે તેમ છતાં કેમ મોન ?

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.

કોરોનામા રાજ્યની હાલત એટલી ગંભીર છે કે કમિશ્નર મિડિયાથી દુર રહેવુ પ

ગત માર્ચમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 64212 કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે કોરોનાની સારવારમાંથી 459 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 60504 લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33