Last Updated on March 25, 2021 by
દેશમાં કોરોના વાઈરસનો કહેર ફરી વધી રહ્યો છે, લગભગ 5 મહિના બાદ એક દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાંથી 60 ટકાથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. હવે નાગપુરમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં વધતા કેસો વચ્ચે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યાં છે.
હોસ્પિટલમાં ખૂટી ગયા બેડ
નાગપુર જીએમસી મેડિકલ અધિકારીએ જણાવ્યું કે, ‘હોસ્પિટલમાં 600 બેડ છે, જેમાંથી 90 બેઝમેન્ટમાં છે. ત્યાં ડ્રેનેજની સમસ્યા હોવાથી તેને બંધ કરાયા હતા, અત્યારસુધી હાઈકોર્ટની મંજૂરીની રાહ જોઈ રહ્યાં હતા. હવે અમને બેડ મળ્યા છે.’
નાગપુરમાં 34 હજારથી વધુ એક્ટિવ કેસ
નાગપુર દેશના 10 સૌથી વધુ સંક્રમિત જીલ્લાઓમાંથી એક છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા ઘણી વધારે છે. ગત 24 કલાકમાં અહી 3700 નવા કેસ નોંધાયા હતા. હાલ નાગપુરમાં 34 હજારથી વધુ એક્ટિવ કેસ છે. કોરોના સંકટને કારણે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. માત્ર નાગપુર જ નહીં પરંતુ બીડ, નાંદેડમાં પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવાના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકડાઉન, નાઈટ કરફ્યુ જેવા પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31