Last Updated on March 30, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે આ વચ્ચે કોરોનાના જાહેર થતાં આંકડાના વાસ્તવિક ચિત્ર ઉપરથી ભેદી પડદો ઉંચકાયો છે. અને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના આરોગ્ય વિભાગે જાહેર કરેલા પ્રતિદિવસ ટેસ્ટિંગ અને તેમાં આવતા પોઝિટીવ કેસોનો આંકડો જાહેર કર્યો છે, તે અત્યંત ઓછો છે, શું તંત્ર કંઈ છુપાવી રહ્યું છે.
પોઝિટીવ કેસોનો આંકડો જાહેર કર્યો
સુરત મહાપાલિકાની યાદી મુજબ પ્રતિદિવસ સરેરાશ 500 નવા કોરોના સંક્રમિતો કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે બીજીતરફ પ્રતિદિવસ કુલ 20 હજાર લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ અથવા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોગ્ય તંત્રનો મોટો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ દાવાની પોલ ઉઘાડી પડી છે. જેમાં આ દાવાની સામે સંક્રમિતોના કેસના દરે ઘાતક વાયરસના કેસોની સંખ્યા પાલિકા છુપાવી રહી છે તેપણ ઉઘાડી પડી છે.
આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દરરોજના 18 હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ તંત્ર કહી રહ્યું છે કે સૌથી વધુ ટેસ્ટ સુરતમાં થઈ રહ્યા છે, અને દેશભરમાં મોખરે છે.
કુલ ટેસ્ટ પૈકી RT-PCRમાં 18
ટકા પોઝિટીવ કેસો, રેપિડ ટેસ્ટમાં 6 ટકા લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કુલ 20 હજાર ટેસ્ટ પૈકીના ચોથા ભાગના એટલેકે 20 હજારના 5 હજારના RT-PCR કરાવવામાં આવી રહ્યા હોય તો 18 ટકા મુજબ 900 કેસ તો માત્ર RT-PCRમાં સામે આવી રહ્યા છે. અને બાકીના 15 હજારના 6 ટકા લેખે વધુ 900 લોકો સંક્રમિત થયા હોવાનું પણ નોંધાઈ રહ્યું છે. એટેલેકે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દરરોજના 1800 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવીને સંક્રમિત થઈ રહ્યા છે તો સુરતની પરિસ્થિતિ અત્યંત ભયાવહ છે. તંત્ર પોતાના જ આંકડાઓની માયાજળમાં ફસાઈ ગયું છે.
સુરતમાં કોરોનાના વધતા કેસો ચિંતાનું કારણ બન્યા
સુરતમાં કોરોનાના વધતા કેસો ચિંતાનું કારણ બન્યા છે.સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા વધારે છે.આ વિસ્તારમાં દૈનિક 100 જેટલા કેસો આવી રહ્યાં છે,અત્યાર સુધી આ વિસ્તારમાં 10,257 કેસો પોઝિટીવ આવી ચૂક્યા છે,સુરતના વેસુ વિસ્તારમાં 55 વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવતા 8 લોકો પોઝિટીવ આવ્યા હતા.સુરતના આગમન વિવયાના રેસિડેન્સીમાં કોરોના સંક્રમિત લોકો મળી આવ્યા હતા.
સુરતમાં કોરોનના કેસોનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં વધારો થયો છે.લોકોએ કોરોના ટેસ્ટ અને વેકસીન મુકાવવા માટે હાલ આગળ આવી રહ્યા છે.સુરતમાં સૌથી વધુ કેસ હાલ અઠવા ઝોનમાં આવી રહ્યા છે.જેના પગલે આ ઝોનના લોકો વહેલી સવારથી હેલ્થ સેન્ટરો પર ટેસ્ટિંગ કરાવવા માટે ઉમટી રહ્યા છે.પાલિકા કમિશનર દ્વારા હાલ લોકોને કોરોના વેકસીનનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહ્યા છે.જેના અનુસંધાને અઠવા ઝોનમાં આવેલ પનાસ સ્થિત હેલ્થ સેન્ટરો પર વેકસીન મુકાવવા માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.જો કે પનાસ હેલ્થ સેન્ટર પર પાલિકાનો સ્ટાફ ઓછો હોવાના કારણે રેપીડ ટેસ્ટ કરાવવા આવતા લોકોને ભારે મુશ્કેલીઓ પણ પડી રહી છે.પનાસ હેલ્થ સેન્ટર પર સ્ટાફ વધારવાની માંગ ટેસ્ટિંગ અને વેકસીન લેવા આવતા લોકો કરી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31