Last Updated on March 4, 2021 by
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી વેન્ટિલેટર પર છે. ડાંગ-છોટા ઉદેપુર-સુરેન્દ્રનગર-તાપી એમ ચાર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
ચાર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૧૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૧૭, સુરત શહેરમાંથી ૮૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૯૬, વડોદરા શહેરમાંથી ૮૨-ગ્રામ્યમાંથી ૧૨ સાથે ૯૪ જ્યારે રાજકોટ શહેરમાંથી ૫૭-ગ્રામ્યમાંથી ૮ સાથે ૬૫ નવા કેસ સામે આવ્યા હતા.અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૧૪ સાથે ભાવનગર, ૧૧ સાથે જામનગર, ૧૦ સાથે ગાંધીનગર, ૯ સાથે જુનાગઢ, ૭ સાથે કચ્છ-મહેસાણા, ૬ સાથે ખેડા-પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં ૪,૪૧૨ જ્યારે અમદાવાદમાં ૨,૩૧૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૯૮, સુરતમાંથી ૭૨, વડોદરામાંથી ૭૪, રાજકોટમાંથી૩૮ દર્દીઓ સાજા એમ રાજ્યભરમાંથી કુલ ૩૫૮ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૪,૧૯૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૪૦% છે. મંગળવારે કુલ ૩૯૧૭૮ ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક ૧.૧૮ કરોડ છે. હાલમાં ૨૦,૮૫૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ ૬૮૪ એક્ટિવ કેસ છે. એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૧૯૯૧ એક્ટિવ કેસ હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31