GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં રેકર્ડ બ્રેક કેસ નોંધાવામાં અમદાવાદ મોખરે, છેલ્લા 24 કલાકમાં નવા 506 કેસ આવ્યા સામે : ટેસ્ટ માટે ડોમમાં લાગી લાંબી લાઈનો

Last Updated on March 25, 2021 by

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.

એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.

ગત માર્ચમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 64212 કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે કોરોનાની સારવારમાંથી 459 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 60504 લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.

શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા

દરમ્યાન બુધવારે શહેરના અલગ અલગ કેન્દ્રો ઉપરથી કુલ 9700 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં 5391 પુરૂષ અને 4309 મહિલાઓનો સમાવેશ થાય છે.રસી લેનારાઓમાં સૌથી વધુ 6870 સિનિયર સિટીઝનોનો સમાવેશ થાય છે.તંત્ર દ્વારા 25 માર્ચના રોજ શહેરના 238 કેન્દ્રો ઉપરથી કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2021ની શરૂઆતથી લઈને અત્યાર સુધી…

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જાન્યુઆરી1582157
2 જાન્યુઆરી1523156
3 જાન્યુઆરી1512151
4 જાન્યુઆરી1422142
5 જાન્યુઆરી1422141
6 જાન્યુઆરી1391137
7 જાન્યુઆરી1332137
8 જાન્યુઆરી1342170
9 જાન્યુઆરી1292153
10 જાન્યુઆરી1262151
11 જાન્યુઆરી1282127
12 જાન્યુઆરી1331170
13 જાન્યુઆરી1162170
14 જાન્યુઆરી1121184
15 જાન્યુઆરી1091185
16 જાન્યુઆરી1021177
17 જાન્યુઆરી992176
18 જાન્યુઆરી1012174
19 જાન્યુઆરી1031178
20 જાન્યુઆરી1052178
21 જાન્યુઆરી951183
22 જાન્યુઆરી911181
23 જાન્યુઆરી851187
24 જાન્યુઆરી920159
25 જાન્યુઆરી942160
26 જાન્યુઆરી891160
27 જાન્યુઆરી751140
28 જાન્યુઆરી781179
29 જાન્યુઆરી771112
30 જાન્યુઆરી661108
31 જાન્યુઆરી73079
1 ફેબ્રુઆરી66080
2 ફેબ્રુઆરી61169
3 ફેબ્રુઆરી521157
4 ફેબ્રુઆરી481144
5 ફેબ્રુઆરી451121
6 ફેબ્રુઆરી450121
7 ફેબ્રુઆરી531118
8 ફેબ્રુઆરી491168
9 ફેબ્રુઆરી441123
10 ફેબ્રુઆરી470237
11 ફેબ્રુઆરી49262
12 ફેબ્રુઆરી59159
13 ફેબ્રુઆરી60064
14 ફેબ્રુઆરી50159
15 ફેબ્રુઆરી49059
16 ફેબ્રુઆરી56157
17 ફેબ્રુઆરી59160
18 ફેબ્રુઆરી52058
19 ફેબ્રુઆરી47157
20 ફેબ્રુઆરી45053
21 ફેબ્રુઆરી56067
22 ફેબ્રુઆરી72150
23 ફેબ્રુઆરી74062
24 ફેબ્રુઆરી84166
25 ફેબ્રુઆરી75186
26 ફેબ્રુઆરી101073
27 ફેબ્રુઆરી106184
28 ફેબ્રુઆરી108189
1 માર્ચ99188
2 માર્ચ114090
3 માર્ચ117198
4 માર્ચ1010107
5 માર્ચ1151102
6 માર્ચ1241109
7 માર્ચ1311113
8 માર્ચ1291120
9 માર્ચ1261126
10 માર્ચ1470121
11 માર્ચ1530122
12 માર્ચ1451138
13 માર્ચ1871138
14 માર્ચ1651153
15 માર્ચ2090150
16 માર્ચ2472149
17 માર્ચ2711208
18 માર્ચ3302255
19 માર્ચ3441260
20 માર્ચ4062283
21 માર્ચ4513300
22 માર્ચ4832356
23 માર્ચ5092386
24 માર્ચ5142461
કુલ10,7589111,798

મ્યુનિ.ના સીરો સર્વેલન્સ ની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં લેવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં બીજો સીરો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.આ સર્વેલન્સના તારણોને ટાંકીને તેની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના ઈશ્યૂમાં લેવામાં આવી છે.આ લેખ મુજબ, 31.92 ટકા કોરોના કોન્ટેકટમાં એન્ટિબોડી જોવા મળી હતી. કુટુંબીજનો હોય એવા કોન્ટેકટમાં 39.36 ટકા અને અન્ય કોન્ટેકટમાં 28.72 ટકા એન્ટિબોડી જોવા મળી હતી. મ્યુનિ.દ્વારા અપનાવાયેલા અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. આ જર્નલ આંતરરાષ્ટ્રીય  ખ્યાતિ ધરાવતી એજન્સીઓમાં અનુક્રમાંકીત છે.

નદીપારના 16 સહિત નવા કુલ 19 સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા

બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ માઈક્રો કન્ટેઈમેન્ટ જાહેર કરવામાં આવેલા 197 સ્થળમાંથી ત્રણ સ્થળને નિયંત્રણ મુકત કર્યા હતા. ઉપરાંત નવા 19 સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા વધીને 213 ઉપર પહોંચી ગઈ છે.  બુધવારે માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા નવા સંક્રમિત સ્થળોમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત,ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ,પશ્ચિમ ઝોનના ચાર ઉપરાંત પૂર્વ ઝોનના બે અને ઉત્તરઝોનના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33